________________
(૬૫) એ શેાધ જેટલે દૂર લઈ ગયો છે, તેટલેજ દૂર અસલી આને પણ તે કેવી રીતે લઈ ગયો હતો, એટલેકે પિતા આકાશમાં છે તેની પીછાન કેવી રીતે થઈ હતી, તે આપણે જોયું છે.
એટલું જ નહિ, પણ આપણે જોઈશું કે એ શેાધ તેઓને એ કરતાં પણ વધારે આગળ લઈ ગયો. ઇશ્વર પિતા નથી, એટલે પિતા સમાન છે. અને પાછળથી પિતા છે, એવો ખ્યાલ વેદમાં ઘણા પ્રાચીન કાળને માલમ પડે છે. ઋગવેદનું પેહલું જ સૂકત, જે અગ્નિવિષે છે, તેમાં આ પ્રમાણે છે જેમ એક પિતા પોતાના પુત્રઉપર કૃપા રાખે છે તેમ તું અમારી ઉપર રાખજે. એજ વિચાર ફરી ફરી વેદનાં મંત્રમાં આવ્યા કરે છે. ઋગવેદ ૧,૧૦૪૮માં આપણે આ પ્રમાણે વાંચિયે છિયે. “અમને સાંભળ, ઈંદ્ર પિતા સમાન.” ૩,૪૮,૩ માં કવિ કહે છે કે ઈદ્ર એક પિતા પ્રમાણે છેશક આપે છે અને આપણી ઉપર માયા રાખે છે. ૭,૫૦૨ માં એક પિતા તેના પુત્રેતરફ જેવી માયા રાખે છે તેવો જ માયાળુ થવાને તેને વિનતી કરવામાં આવેલી છે. વળી ઋગવેદ, ૯૨૧૧૪ માં આ પણે વાંચિયે છિયે કે જ્યારે તું ગર્જના કરે છે, અને વાદળાંને એકઠાં કરે છે, ત્યારે તું પિતા સમાન કેહવાય છે. ઋગવેદ ૧૦,૩૩,૩ જેમ ઉંદરો પોતાની પુછડી કરડી ખાય છે, તેમ હું જે તે સર્વશકિતમાન ઈશ્વરનો પૂજારી છું, તેને દુઃખ ખાઈ જાય છે. આ સર્વશકિતમાન ઇંદ્ર, એક વખત અમારી ઉપર કૃપાળુ થા ! અમારી ઉપર પિતા સમાન થા!” ઋગવેદ ૧૦,૬૯,૧૦ બજેમ એક પિતા પોતાના પુત્રને ખોળામાં બેસાડે છે, તેમ તેને તેં બેસાડો. ઋગવેદ ૩,૫૩૨ જેમ એક પુત્ર તેના વરની કેર થી પોતાના પિતાને પકડે છે, તેમ આ અતિમધુર ગાયનથી હું તને પકડું છુ. ખરેખર એવી ડીજ પ્રજાઓ છે કે જેઓ પોતાના ઈશ્વર, અથવા ઈશ્વરોને પિતાનું નામ આપતી ન હોય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com