________________
(૩) અંગુલી પર્વગણના : ખુલી હવામાં, શાંત વાતાવરણમાં બેસીને દષ્ટિને દરેક આંગળીના વેઢા ઉપર ફેરવો, કોઈ બીજા સંકેટ વગર માળા લીધા વગર ૧૦૦૮ સુધીની ગણત્રી વેઢા વડે આંખો ત્યાં ફેરવીને કરવાનો અભ્યાસ કરે. અથવા કોઈ છપ આંગળીના વેઢા વડે કરો અને તેને ૧૦૮ સુધી વધારો, શરૂઆતમાં મુશ્કેલી જણાશે-કંટાળો આવશે; પણ અંતે અભ્યાસથી એકાગ્રતા વધતા પ્રસન્નતા વધશે.
(૪) પૃષ્ઠ શબ્દ ગણના : ચે પડીનું કોઈ એક પાનું ઊઘાડે અને તેની દરેક લીટીના અક્ષરોને ગણુને નોટ કરો. પાનાંની બધી લીંટીના અક્ષરો ગણી તેને સરવાળો કરો. ફરી બીજીવાર, ત્રીજીવાર એમ કરો. વખતની ગણતરીમાં કેટલો ફરક છે તે તપાસે ! જે ફરક આવતે હોય તે જાણવું કે અભ્યાસ અધૂરે છે. તેને પૂરો કરવાની જરૂર છે. એનાથી એકાગ્રતા વધશે.
(૫) સંકેત શબ્દ સંજન : એક પાનાં ઉપર ચાર કોઠા બનાવા. તે દરેકમાં એક એક અક્ષરને સંકેત (Symbol) બનાવીને મૂકો. અક્ષરો સામે ન રાખો પણ તે સંકેતના આધારે બને તેટલી ઝડપથી ઉચ્ચારણ કરે. આમ બેવાર ત્રણવાર કરો. પહેલી બીજી અને ત્રીજી વખતના ઉચ્ચારણમાં સમય અને શુદ્ધિને કેટલો ફેર પડે છે તે નધી તેમાં એકાગ્રતા આવે તેવો પ્રયત્ન કરે.
() બીડેલા નયને સ્મૃતિ પટ: આંખ બંધ કરીને પોતાના જીવનમાં બનેલા ભૂતકાળના બનાવોને યાદ કરો. એક પછી એક યાદ કરતાં જણાશે કે ઘણા ભૂલાઈ ગયેલા જેવા બનાવો કે સૂક્ષ્મ વાતો પણ સ્મૃતિપટ ઉપર ઉપસી આવ્યાં છે. આ અભ્યાસ વડે ભૂતકાળના બનાવાની સંકલન કરવામાં સ્મૃતિ-પાવરધી થઈ શકશે.
(૭) કમળ શબ્દ સં જન: એક કાર્ડ ઉપર કમળનું ચિત્ર દેરીને તેની દરેક પાંખડી ઉપર વર્ણમાળાને એક એક વ્યંજન અક્ષર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com