________________
કરતા નથી તેથી તે ઈદ્રિયની શક્તિ કટાઈ જાય છે. આ અનુપયોગ થયો ગણાશે. કોઈ માણસ પાસે તલવાર છે પણ તે તેને ઉપગ ન કરે તે તે કટાઈ જાય છે અને વધારે કામ આપી શક્તી નથી. એવું જ ઈન્દ્રિયોનું છે. જે ઈન્દ્રિયો વડે સળંગ કામ ન લેવાય તો તેની ગ્રહણ શક્તિ મંદ પડી જાય છે. ઈન્દ્રિયના ભેદ :
જૈન દર્શનમાં ઈન્દ્રિયોના મુખ્ય બે ભેદ કહ્યા છે –“ચેન્દ્રિય અને ભાવેન્દ્રિય; અથવા બાહ્ય-ઈન્દ્રિય અને આત્યંતર ઈન્દ્રિય. દરેક ઈન્દ્રિયની બહારની આકૃતિ-આકાર-પ્રકારને બેન્દ્રિય-બાદ્રિય કહેવામાં આવે છે. જેમ કાનનું રૂપ છે, નાકના ખાડા છે; આંખના ડોળા છે; જીભની ચામડી છે અને આકૃતિ છે. પણ આ એકલી દ્રન્દ્રિય કામમાં આવતી નથી. મડદાને બધી બાનિ હોય છે પણ તે કામ આપી શકતી નથી. એવી જ રીતે આંધળાને આંખના ડોળા હોવા છતાં તે જોઈ શકતો નથી. એટલે ભાવેન્દ્રિય કે આત્યંતરેન્દ્રિય અગત્યની વસ્તુ છે. તે દરેક ઈન્દ્રિયની શક્તિ છે. જેમ ટોર્ચમાં પાવર (મસાલો) હેય તે જ તે પ્રકાશ આપી શકે. તેવી જ રીતને પાવર ભાવેન્દ્રિય રૂપે દરેક બેન્દ્રિયના ખોખાં સાથે હોય છે જે વિષયને ગ્રાહી શકે છે.
એવી જ રીતે આ બે પ્રકારની ઈન્દ્રિયોના પાંચ ભેદ બતાવ્યા છે કાન ( ન્દ્રિય) આંખ (ચક્ષુઈન્દ્રિય) નાક (ધ્રાણેન્દ્રિય) જીભ (રસનેન્દ્રિય) અને શરીર (સ્પર્શેન્દ્રિય). વૈદિક દર્શનમાં કોઈ તેના ૧૦ અને મનને ગણીને કોઈક ૧૧ ભેદ બતાવે છે. તે આ પ્રમાણે છે – પાંચ જ્ઞાનેન્દ્રિો અને પાંચ કર્મેન્દ્રિ. પાંચ જ્ઞાનેન્દ્રિય તે જૈનદર્શન પ્રમાણે જ છે. પાંચ કર્મેન્દ્રિો આ પ્રમાણે છે –વાફ (વાણી) પાણિ (હાથ) પાદ (પગ) ગુદા (મળદ્વાર) અને ઉપસ્થ.(એટલે જનનેંદ્રિય). ઈન્દ્રિઓને સંબંધ :
ઘણી વખત એક ઈન્દ્રિયનું કામ કરવામાં બીજી ઈન્દ્રિય પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com