________________
[૧૩] શિબિરાર્થીઓનાં પ્રેરક વચને અને વિદાય
શિબિર બાદ શિબિરાર્થીઓ ક્યાં અને કેવી રીતે કામ લાગે તે પ્રશ્ન શિબિર અને શિબર બહાર ચર્ચાયો હતો. એમાં ત્રણ ચાર સૂચને આવ્યાં હતાં :–
(૧) ગામડાના કે શહેરનાં દાંડ તો સામે, લાંચની બદી સામે, સામુદાયિક અહિંસાના પ્રયોગ કરે.
(૨) દેશભરમાં સાધુ-સાધ્વીઓ અને સાધક-સાધિકાઓની ત્રણેક ટુકડીઓ બેએક વર્ષમાં ફરી વળે.
(૩) જે ચારે ય અનુબંધ જોડવાની વાત શિબિર પત્રિકાઓના વિશાળ વાચકવર્ગને ગળે ઉતરતી હોય તે તેઓ આ અને પેલાં થયેલાં સૂચનમાં સાથે રહીને કે દુર રહીને સક્રિય સાથ આપે.
(૪) વિશ્વના બધા ધર્મોના ધર્મગુરુઓ દિલ્લી કે મુંબઈ જેવાં સ્થળે મળે અને સર્વમાન્ય કાર્યક્રમ ઘડી કાઢે અને જગતના રાષ્ટ્રો પાસે અમલ કરાવે.
શિબિર પૂર્ણાહુતિ સમયે દરેક શિબિરાર્થી પોતાનો સક્રિય ફાળે કઈ રીતે નોંધાવે તે અંગે પ્રેરક વચને રજૂ કરે એમ નક્કી કરવામાં આવ્યું હતું, પણ સમારોહ પછી સમય નહીં રહે એટલે એક દિવસ અગાઉ તા. ૨૧-૧૧-૬૪ના શિબિરાર્થીઓએ બપોરની ચર્ચાને સમય પિતાના વિચારો વ્યક્ત કરવા માટે ઝડપી લીધો હતો.
- સવારના પ્રવચનમાં શ્રી. માટલિયાજીએ પોતે શિબિરના કાર્યને કઈ રીતે ઉપયોગી થઈ શકશે તે જણાવ્યું હતું. સવારનું તેમનું પ્રવચન સર્વાગી ક્રાંતિમાં શિબિરાર્થીઓ કઈ રીતે ફાળો આપે તે ઉપર હતું. (આ પ્રવચન પુ. નં. ૭ માં છેલ્લું છે) એટલે બપરની ચર્ચા વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com