________________
૩૨૪
તેઓ આ શિબિરમાંથી જે કંઈ શીખ્યાં છે તેને લઈ પિતપોતાના ક્ષેત્રમાં જઈને કાર્ય કરશે એવી આશા છે. ભાલનળકાંઠા પ્રયોગ એમને દિશા સૂચક જે બનશે અને ક્રાંતિપ્રિય સાધુસાધ્વીઓમાં છેવટના માર્ગદર્શક બનશે.
ભારે શિબિરાર્થીઓને એક વસ્તુ કહેવાની છે. તમે અહીંથી જે સારી વસ્તુઓ શીખ્યા તે લઈ જજે, બાકી જે ગંદવાડ હોય તેને મુંબઈના દરિયામાંજ નાખતા જજો. સાધુસંન્યાસીઓને મારે એજ કહેવાનું છે કે તેઓ રાજ્ય, સમાજ (મહાજન) અને પ્રજાસેવક વગેરેને દોરવણી આપવા માટે જાય, અગર તો સર્વધર્મ સમન્વય કરવા જાય તે પહેલાં સેવાભાવના અને નમ્રતા, તથા ત્યાગ વૃત્તિ પિતાનામાં સવિશેષ કેળવે. અભિમાન લઈને જશે તો કોઈ તેમની પ્રેરણા નહીં ઝીલે. માર્ગદર્શન નહીં લે.
ગાંધીજી પહેલા વહેલા કોંગ્રેસમાં આવ્યા ત્યારે પ્રમુખના કોટના બટન બીડતા, સફાઈ કરતા એટલે જ તેઓ કેગ્રેસના સામાન્ય સભ્યથી માંડીને કોંગ્રેસના પ્રમુખ સુધી પહોંચી શક્યા અને છેવટ લગી કેગ્રેસના સર્વેસર્વો રહી શક્યા. આજે સાધુઓ નમ્રપણે પિતાની જવાબદારી નહીં નભાવે અને એનું ભાન ભૂલી જશે તે એ આગળ નહીં વધી શકે. ગાંધીજીએ ભંગી લોકોનું દુઃખ અને પેલી ગરીબ બાઈની એક જ ચિંથરાની સાડીનું દુઃખ જોયું ત્યારે તેમનું હૃદય દ્રવી ઊઠયું અને પોતે ઝાડ હાથમાં લઈને સફાઈનું કામ કરવા અને કછોટે મારીને ફરવા માટે તૈયાર થયા. આટલી આત્મીયતા સાધુઓએ કેળવવી જ પડશે. એમાં સંપ્રદાયની કોઈ ક્રીયા કે પરંપરાને છોડવાની જરૂર નથી. પિતાના ધ્યેય પ્રતિ અવિચળ રહી, આગેકૂચ કરવાની છે.
કંઠભાઈએ શિબિરની પૂર્ણાહુતિ વખતે મહેમાન તરીકે આવીને શિબિરમાં રંગ પૂરણી કરી. તેમની સાથે ભાલનળકાંઠા પ્રયોગને લીધે મારો અને પ્રયોગનો સારો સંબંધ છે. ગાંધીજીનો આર્થિક ક્રાંતિમાં એમણે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના પ્રમુખ તરીકે કામ સંભાળ્યું છે. પહેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com