________________
૩રર
કરવાની શિબિરની ભાવનાની હું કદર કરું છું અને આશા રાખું છું કે આ દિશામાં શિબિરાર્થીઓ વહેલી તકે આગેકૂચ કરે. પરમાત્મા એમને એ કૂચ કરવામાં શક્તિ આપે !”
ત્યારબાદ પૂ. શ્રી દંડી સ્વામીજીએ જણાવ્યું હતું: “આ શિબિરનું આયેાજન એક અનોખા મહત્વને લઈને છે. અહીંથી ઘડાયેલા સાધુ–સંન્યાસી અને સાધક-સાધિકાઓ પાસે એક વિશિષ્ટ દૃષ્ટિ કેળવાઈ છે તેમાં શક નથી. આ યુગ ગાંધીયુગ ગણાય છે. તેમણે સર્વાગી દષ્ટિ રાખીને લોકોને અને દેશને ઉન્નતિ ઉપર આણ્યા હતા. મને આશા છે કે ગાંધીયુગના ક્રાંતિદ્રષ્ટા સાધુ-સંન્યાસીઓ અને સાધક-સાધિકાએ આ શિબિર વડે ગાંધીજીની જેમ સર્વાગી દષ્ટિ રાખીને આગેકૂચ કરશે. ” બધા પ્રગાને ધર્મદ્રષ્ટિએ સમન્વય ક્યારે?
પછી શિબિરાધિપતિ પૂ. મુનિશ્રી સંતબાલજીએ દીક્ષાંત ભાષણ રૂપે કહ્યું –
“આમ તે વૈકુંઠભાઈએ મંથન મૂકયું; માટલિયાજીએ શિબિરની ફળશ્રતિ રજુ કરી અને નેમિમુનિએ એમાં પૂર્તિ કરી. આ બધી વાતના સંદર્ભમાં એક વાત કહેવાનું મન થઈ જાય છે. આ દેશમાં જુદા જુદા હજારો પ્રયોગો થયા છે; થાય છે, પણ એ બધાનો ધર્મદ્રષ્ટિએ સમન્વય શી રીતે થાય? મને લાગે છે કે એ કામ ધર્મ સિવાય કોઈ નહીં કરી શકે. ધર્મ માત્ર દેશ કે વેશમાં જ નથી પણ સમાજ, રાષ્ટ્ર અને વિશ્વની બધી પ્રવૃત્તિઓ સાથે છે. તે ધર્મ વિજ્ઞાન, રાજકારણ, અર્થકારણ, સમાજકારણ બધાયની સાથે સમન્વિત થાય તો જ તે વ્યક્તિ અને સમાજના જીવનમાં આવી શકે છે અને સમાજનું ઘડતર કરી શકે છે.
આ શરૂઆત ગાંધીજીએ કરી. તે પહેલાં એ વસ્તુ ન હતી એમ નહીં. પણ જુદા જુદા દેશકાળમાં જુદી જુદી જે સમસ્યાઓ ઊઠી તે પ્રમાણે તે યુગમાં ધર્મદ્રષ્ટાઓએ ઉકેલ આપે. રામના યુગમાં જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com