________________
૩૦૮
પ્રયોગમાં પડવા માગતા હોય, તેમ જણાય છે અને તે માટે માર્ગદર્શન માગે છે –
“અનુબંધ વિચારધારા” મુજબ પંજાબમાં કામ કરવાની ભાવના થાય તે ટ્રેઈનિંગ અને સહયોગરૂપે આપના તરફથી કાર્યકરોને સહયોગ મળી શકે કે કેમ ? સમાજની સાથે રહીને સુધાર કરે કે જુદા પડીને ? શું કોઈ મધ્યમ માર્ગ પણ છે? ગુજરાતના જેટલી બીજા પ્રાંતમાં કોંગ્રેસ શુદ્ધ નથી અને કાર્યકર્તાઓ પણ તેવા નથી. ગામડાંમાં વાડાબંધી તોફાની તત્તે અજ્ઞાનતા આદિને કારણે સર્વધર્મ પ્રાર્થના, નિર્માસાહારી હરિજનને ત્યાં ભિક્ષા વ. વાતે તેમને ગળે કેમ ઊતરે? બીજી બાજુ જુદી જુદી પાર્ટીઓ, કેગ્રેસની મલીનતા, આવી દશામાં સ્થાનીક કાર્યકરો અને વિચારક સામાજિક કાર્યકરોને સાથ ન હોય તે શું કાંઈ પણ રચનાત્મક કામ થઈ શકે? વળી સાધુસંન્યાસીની દશા જુદી એમને... આ માર્ગમાં વ્યકિતગત સંતાપ સિવાય સામાજિક પરિવર્તન અને રચનાત્મક દ્રષ્ટિએ લાભ ન દેખાય તેથી હમણાં તે (મારી) વ્યક્તિગત તૈયારી અને સામાજિક પરિસ્થિતિનું જ્ઞાન કરતા રહેવું. હમણા સંઘર્ષાત્મક કોઈ પણ પ્રશ્ન ન ઉપાડવો, તેમાં લાભ દેખાય છે.....આપ આ બાબતમાં માર્ગદર્શન આપશે...'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com