________________
૨૮૮
મુંબઈમાં આવીને એઓ ધધો કરે છે, એમાં પ્રામાણિકતા, ખંત અને વફાદારી રાખે છે. એ ત્રણે ગુણેથી ખુશ થઈને એમના શેઠ તે વખતે ૨૦ રૂ.ના પગાર સુધીનું પ્રલોભન આપે છે અને છેવટે છ આની ભાગ આપવાની ઓફર કરે છે, પણ એમની મૂળે ધર્મ દૃષ્ટિ હાઈ સમાજની અર્થ મૂલક દષ્ટિ પ્રત્યે એમને છેવટ વૈરાગ્ય જજો. આ બધા ધંધા એમને નાના લાગ્યા.
આ વૈરાગ્યવૃત્તિથી પ્રેરાઈને સંવત ૧૮૮૫માં મોરબી મુકામે કવિવર્ય પૂ. મુનિશ્રી નાનચંદ્રજી મ. પાસે તેઓ મુનિદીક્ષા સ્વીકાર કરે છે. દીક્ષા પછી એમનું નામ સૌભાગ્યચંદજી રાખવામાં આવે છે. સૌભાગ્ય એટલે સુંદર ભાગ્ય.
એટલે હવે સુંદર મળ્યું. માત્ર સત્ય બાકી હતું. એને શોધવાના ત્રણ કાળ-એટલે ધર્મમય સમાજ રચના પાછળના સત્યની શોધ માટે ત્રણ કાળ–માંથી પસાર થાય છે-(૧) સ્મૃતિ, (૨) શ્રુતિ અને (૩) પ્રયોગકાળ.
એને માટે સર્વપ્રથમ સત્યની સ્મૃતિ એટલે ચિંતન, અધ્યયન, મનન, સાહિત્ય લેખન વગેરે પૂ. મુનિશ્રી કરે છે. નામ પણ “સંતબાલ –એટલે સતુની શોધ કરનારાઓનું બાળ-રાખવામાં આવે છે. આમ, દર્શને, સંસ્કૃત-પ્રાકૃત ભાષાને ઊંડાણથી અભ્યાસ કરે છે. ચિંતન કરે છે, ચિતની એકાગ્રતા માટે “અવધાન” કરે છે. શતાવધાની બને છે. અજમેરમાં ભરાયેલ “સાધુ સન્મેલન” વખતે અવધાન પ્રયોગ પછી
ભારતરત્ન ” ની ઉપાધિ મળે છે. “ઉત્તરાધ્યયન”, “આચારાંગ” અને “દશ વૈકાલિક” સૂત્રને ભાવવાહી સરળ સુબોધ ભાષામાં અનુવાદ કરે છે. “સ્મરણ શક્તિ”, “આદર્શ ગૃહસ્થાશ્રમ” “યૌવન"
આપણી ભૂલ કયાં છે?” “ધાર્મિક દ્રષ્ટિ અને સમાજવાદ” “પુરાવલી”, “સિદ્ધિનાં સંપાન”, “જૈન-દ્રષ્ટિ એ ગીતા દર્શન વગેરે સાહિત્ય રચના કરે છે. પણ આ બધું કરવા છતાં સત્યની તાલાવેલી શમતી નથી. એમને સત્ય શોધવાની ઉત્કટ તાલાવેલી સંવત્, ૧૮૯૨ ના મુંબઈ ચાતુર્માસમાં લાગી. પરિણામે ૧૮૯૩ માં રણુપુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com