________________
૧૨
ભાષાંતર પ્રાકૃત ભાષામાં કર્યું. તેમણે એ ભાષાંતર એકવાર રાજા ભોજને સંભળાવ્યું. રાજાએ કહ્યું : “એ ગ્રંથ સાથે મારું નામ જોડી દે !”
કવિએ ના પાડી. રાજા બહુ જ ગુસ્સે થઈ ગયું. તેણે એ ગ્રંથ લઈને તેને બાળી નાખવાનો આદેશ આપ્યો. પંડિત ધનપાલ નિરાશ થઈ ગયા. તે વીલે મેએ ઘેર આવ્યા.
પિતાનું મેં ઉદાસીન જોઈ તેમની પુત્રી તિલકમંજરીએ કહ્યું : બાપુ! આજે ચિંતામાં કેમ બેઠા છો ?”
કવિએ બધી હકીકત કહી સંભળાવી. પુત્રીએ કહ્યું: “તમે ચિંતા ન કરે ! મેં તે ગ્રંથ વાંચ્યો હતો અને મને અક્ષરે અક્ષર યાદ છે. હું બોલતી જઈશ અને આપ તેને ફરીથી લખે !”
પુત્રીની આવી અજબ સ્મરણ શક્તિથી કવિ ખુશ થયા. તિલકમંજરી બોલતી ગઈ તેમ તેઓ લખતા ગયા અને તેમણે એ ગ્રંથ પૂરો કર્યો. તેમણે પુત્રીના નામ ઉપરથી એ ગ્રંથનું નામ “તિલકમંજરી” રાખ્યું.
આવી સ્મરણશક્તિમાં પૂર્વ સંસ્કારો નિમિત્ત હોય છે; પણ, સ્મૃતિનો વધારે વિકાસ આ જન્મમાં કરેલા વિધિવત્ અભ્યાસથી થઈ શકે છે. તેના થોડાક દાખલા લઈએ –
(૧) ઇરાનને રાજ સાઈરસ પિતાની સેનાના દરેક સૈનિકનું નામ પોતે મેઢે યાદ રાખી શકતો. તેના સેનામાં જે સૈનિક દાખલ થાય તેને તે એક વખત સારી પેઠે જોઈ લેતો અને તેનું નામ મગજમાં રાખી લીધા પછી તે એને ભૂલતો નહીં. આ સ્મરણશક્તિ અભ્યાસથી વધી હતી.
(૨) અકબર બાદશાહના દરબારમાં અબુલફઝલ નામને વિદ્વાન હતું. તે એક પુસ્તક વાંચી લેતો. પછી તેના દરેક પાનામાં શું લખ્યું છે તે કહી શકતો હતો. એટલી તેની સ્મૃતિ તીવ્ર હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com