________________
૨૪૨
કરવા આ શિબિર યોજાઈ છે. આ શિબિર સમાજને સાચું માર્ગદર્શન આપશે તેવી અમારા સંધને આશા છે:
જે જીવન જ એક પ્રયોગ હોય તો સંધ પ્રયોગિક હોય તેમાં નવાઈ શી? પણ એક દીપ બીજા દીવડાને જલાવે છે-પિતાનું તેજ ગુમાવ્યા વગર –તેમ આ શિબિર અનેક સાધકને આત્મતેજ આપે તેવી અમારી આશા છે.
શિબિરની પુસ્તિકામાં (પા. ૪ તથા ૫) તેના મુખ્ય મુદ્દાઓ વર્ણવ્યા છે. ઈતિહાસમાં એ નેધ ન થવી જોઈએ કે જ્યારે ભારતજનોનાં આધ્યાત્મિક જીવન છિન્નભિન્ન, વિકૃત થતાં હતાં ત્યારે તે સમયનો સાધુસમાજ કે વિચારક વર્ગ એક આત્મવંચનામાં ર પ હતો અને સમાજના સાચા ઉપદેશક બનવાની તકને તેણે ગુમાવી હતી. ઈતિહાસમાં ફરીથી દષ્ટિ નાંખીશું તે સ્પષ્ટ થશે કે જ્યારે કર્મકાંડનું અઘટિત આધિપત્ય સ્થપાય છે ત્યારે પ્રવાહી, સનાતન ધર્મનાં નીર સૂકાઈ જાય છે આ અટળ સત્ય છે.
આ શિબિરમાં આપ સહુ આવી ચર્ચા કરી, સમાજ દરેક રીતે કેમ ઊર્ધ્વગામી બને તેવું માર્ગદર્શન આપશો તેવી મારી નમ્ર વિનંતી છે. ફરીથી આપ સહુને સંઘવતી આભાર માનું છું.
સ્વાગત પ્રવચન બાદ ગુજરાતના ઋષિસમા મહાસેવક શ્રી. રવિશંકર મહારાજે શિબિરનું ઉદ્ધાટન કરતાં મંગળ પ્રવચન કર્યું હતું.
શ્રી. રવિશંકર મહારાજનું ઉદ્દઘાટન પ્રવચન “આજે એક પવિત્ર કાર્યક્રમ શરૂ થાય છે. સાધુ-સાધ્વીઓની શિબિરનો મંગલારંભ થઈ રહ્યો છે. આપણે બહુ ભાગ્યશાળી નથી. કારણ કે આપણે દેશ બહુ ગરીબ છે. આ દેશમાં આજે ઘણી વસ્તુઓની જરૂર છે. નૈતિક માર્ગદર્શનના અભાવે આપણે ઘણી બાબતોમાં પછાત છીએ. જેને સારા અને ખરા કહી શકાય તેવા સાધુ-સાધ્વીઓની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com