________________
૨૪૦
શ્રી. ઉત્તમચંદ કીરચંદ ગેસલિયા, મંત્રી વાત્સલ્ય પ્રાયોગિક સંઘે પાછળથી આવેલા કેટલાક અગત્યના સંદેશાઓ વાંચી સંભળાવ્યા (જે અન્યત્ર આપવામાં આવેલ છે.)
ત્યારબાદ વિધવાત્સલ્ય પ્રા. સંઘના પ્રમુખ શ્રી. રતિલાલભાઈ બેચરદાસ શાહે સહુનું સ્વાગત કરતાં પોતાનું ભાષણ આ પ્રમાણે કર્યું – પૂજ્ય સાધુ-સાધ્વીઓ તથા સમાનધમી સાધક સાધિકાઓ.
વિશ્વ વાત્સલ્ય-પ્રાયોગિક સંઘની વિનંતિને માન આપી આપ સહુ આ શિબિરમાં પધાર્યા છે તેથી સંઘવતી આપ સહુનો આભાર માનું છું.
આ શિબિરનું ઉદ્દઘાટન પૂજ્ય રવિશંકર મહારાજના શુભ હસ્તે થાય તે ઉચિત છે. સહુવતી તેમનું હું માનપૂર્વક પણ ભાવભીનું સ્વાગત કરું છું. પૂજ્ય રવિશંકર મહારાજના શુભ હસ્તે ગુજરાત રાજનું ખાતમુહૂર્ત થયું ગુજરાતને તેમના આશીર્વાદ મળ્યા અને પ્રેમાળ પ્રકૃતિ માતાએ પણ ભરી સ્નેહ ( = તેલ) વરસાવ્યો. પૂજ્ય રવિશંકર મહારાજ તો આપણને જનકવિદેહીની યાદ આપે છે. તેઓ લેબાસે સંન્યાસી નથી, પણ મેં તો જીવ-મુક્ત છે. જીવનની આંધિમાંથી મુક્ત હોવા છતાં, તેઓ કર્મ-સુકર્મ–સેવાથી અલિપ્ત કે મુક્ત નથી. આવા જનકવિદેહીનું માર્ગદર્શન અમારા સંઘને સદાય મળતું રહે-તેવી અમારી વિનંતી છે. ઉચ્ચ વિચાર અને સાદું જીવન તેમનામાં મૂર્ત થયાં છે. આવા પૂજ્ય રવિશંકરજી તેમના કર્તવ્યપરાયણ ઊચ્ચ કર્મશીલ જીવનમાંથી થોડે સમય આપણને આપે-તે આપણું સુભાગ્ય છે. તેમનો આભાર માનીએ એટલે થડે.
સ્વાગત અને આભાર દર્શન સાથે આ શિબિરના પ્રેરક પૂજ્ય મુની શ્રી સંતબાલજીને કેમ વિસરી શકું? પૂજ્ય સંતબાલજી અમારા સંઘના પ્રેરક આત્મા છે. આત્મીય જન છે. પણ તે હકીકત છે કે સંતબાલજીના દૃષ્ટી, દર્શન, હિંમત, ત્યાગ, અપમાનો પણ ગળી જવાની
સાધુપુરની ઉચિત વૃત્તિ–આ બધી વૃત્તિઓને અમોને લાભ મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com