________________
૧૯૭
" ઉપર પણ પોતાના
જ
બહારથી એટલે
પણ શિબિરમાં
પણ આવી ગયા હતા. પણ શિબિરના શુભારંભ સમયે જ તેઓ ખસી ગયા અને શિબિરમાં આવવાની તેમણે અશકયતા દર્શાવતા પત્ર મોકલાવ્યા.
આમ થવું શક્ય હતું કારણ કે પૂ. મુનિશ્રી સંતબાલજીએ જે વિચારધારા વહેતી કરી છે તે જૈનધર્મ ઉપર આધારિત હોવા છતાં, પ્રચલિત રૂઢિથી અલગ હેઈને ઘણું જૈને તેમના વિચારોને ન સમજી શકવાના કારણે તેને વિરોધ કરવા સાથે તેમનો પણ વ્યક્તિગત વિરોધ કરે છે. એ તે ઠીક પણ જે બે સાધ્વીજીઓ પૂ. મુનિશ્રીની વિચારધારા અને સત્કાર્યો કરવા માટે તત્પર થયેલાં તેમના ઉપર પણ પોતાના મનમાંથી અને સમાજરૂપ બહારથી એટલું બધું દબાણ આવ્યું કે તેઓ પણ શિબિરમાં આવવા માટે જુદાં જુદાં બહાનાં કરીને અટકી ગયાં. પણ આયોજન આ કારણે સ્થગિત કરી શકાય તેમ ન હતું. જો કે આ બધાં સાધુ-સાધ્વીઓની સ્વીકૃતિ પ્રારંભમાં મળવાથી શિબિર અંગે સારો ઉત્સાહ જણાતો હતો.
પ. નેમિમુનિ વિહાર કરીને મુંબઈ પહોંચ્યા. ત્યાર પછી શિબિરની પૂર્વ તૈયારી માટે મુંબઈમાં ૬ થી ૧૦ જુન સુધીને એક ચિંતન-શિબિર
જવામાં આવ્યો હતો. તેમાં ચાતુર્માસિક-શિબિરમાં ચર્ચવામાં આવનાર મુદ્દાઓનું સંક્ષેપમાં સ્વરૂપ રજૂ કરવામાં આવ્યું હતું. નીચેના દશ મુદ્દાઓ ઉપર સવારે અલગ અલગ મુદ્દા ઉપર પ્રવચને પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ પૂ. નેમિમુનિછ કરતા અને બપોરે ચિંતન-શિબિરમાં જોડાયેલા સભ્યો ઊંડાણથી ચર્ચા કરતા :
(૧) ધર્મમય સમાજરચના શું ? (૨) પ્રાચીનકાળથી આજ લગીની સમાજ રચનાનું ચિત્ર ! (૩) ધર્મમય સમાજરચના માટે કર્યો અનુબંધ જરૂરી? (૪) તેમાં આજનાં આવરણે કયાં? (૫) આવરણોને દૂર કરવાને અહિંસક ઉપાય શું?
(૬) શુદ્ધિપ્રયોગનું મૂળ તત્વજ્ઞાન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com