________________
૧૮૪
(૧૨) સાધુ જીવનમાં જનસેવાના વિશાળ ક્ષેત્રમાં કામ કરતી વખતે કેટલાંક બાહ્ય કષ્ટ, સાંપ્રદાયિક લોકો તરફથી નિંદા, આદેશ વગેરે પરિષદ આવે છે, તેમ જ પિતાને જે કોઈ એક વ્યક્તિ ઉપર ન પડે, તે માટે તેમજ પિતાની કે સમાજની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત રૂપે કયારેક ઉપવાસ કે અપાહાર (ઊંદરી વગેરે તપ સ્વાભાવિક રીતે થાય તે તેમાં કોઈ હરકત નથી. મતલબ કે જે તપસ્યા કે કષ્ટ સહન સમાજશુદ્ધિ, કે આત્મશુદ્ધિ કે સમાજસેવા માટે જરૂરી હોય તે કરવી ઇષ્ટ છે. પરંતુ આજે જે બાહ્ય તપસ્યાઓ માત્ર પ્રદર્શન, પૂજા કે પ્રતિષ્ઠાની દષ્ટિએ દેખાદેખીથી કરવામાં આવે છે, તે બરાબર નથી. તેમ કરવાથી સમાજશુદ્ધિ, આત્મશુદ્ધિ કે સમાજ-પ્રચલિત અન્યાય-અત્યાચાર વગેરે અનિષ્ટોના અહિંસક પ્રતીકાર માટે સાધુ-સાધ્વીઓ પાસે જે સંચિત શક્તિ જોઈએ, તે રહેશે નહિ અને તેઓ તેમાં નિષ્ફળ થશે.
આ અને એવાં કેટલાંક બાધક કારણો છે, જેને લીધે સાધુ, સંન્યાસી અને સાધ્વીઓ પિતાનું સાધુ જીવન સાર્થક કે સફળ કરી શકતાં નથી, નિરવઘ સમાજ સેવા માટે પણ અસફળ નીવડે છે. એટલા માટેજ દેશમાં આટલાં બધાં સાધુસાધ્વીઓ હોવા છતાં દેશ, સમાજ, કે વિશ્વનું ધર્મદષ્ટિએ ઉત્થાનકાર્ય તેમના દ્વારા પ્રાયઃ થવા પામતું નથી, અને તેઓ બોજારૂપ થઈ રહ્યાં છે. હવે જમાને એ આવતો જાય છે કે તેઓ આ બજને સાંખી શકશે નહિ. એટલે સાધુસાધ્વીઓએ વહેલી તકે ચેતીને પોતાની ઉપયોગિતા અને અનિવાર્યતા સિદ્ધ કરવી જોઈએ.
સાધુ સાધ્વી શિબિરની જરૂર
આજે સાધુસાધ્વીઓને હૈયે જ્યાં સુધી આ વાત નહિ પહોંચે ત્યાં સુધી તેઓ પોતાની અનિવાર્યતા અને ઉપયોગિતા શી રીતે સિદ્ધ કરી શકશે? ઉપર સાધુ, સંન્યાસી સાધ્વીઓની જવાબદારીનાં જે-જે કાયે બતાવવામાં આવ્યાં છે, તે કાર્યોમાં ખૂંપી જવા માટેની તેમજ
અસફળતાનાં જે કારણે બતાવ્યો છે, તેના નિવારણ માટેની તૈયારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com