________________
૧૭૨
૧ સિવાય કે લાવવાનું નક
સાધુવર્ગની જવાબદારીનાં કાર્યો
આમ તે સાધુવની સામે વિશ્વનું વિશાળ કાર્યક્ષેત્ર પડ્યું છે અને તેની જવાબદારી છે કે તે વિશ્વવત્સલ હાઈ વિશ્વના પ્રાણીમાત્રની આત્મરક્ષા અને સ્વપકલ્યાણના નિરવધ કાર્યો કરે. કેટલાંક અગત્યનાં કાર્યો આ પ્રમાણે છે –
(૧) આજે વિજ્ઞાને જગતને સ્થૂળ રીતે તદન નજીક લાવવાના પ્રયાસ કર્યો છે, પણ વિશ્વને દિલથી નજીક લાવવાનું કામ હજુ ઘણું બાકી છે, અને તે ધર્મસંસ્થા સિવાય બીજી કોઈ સંસ્થા નહિ કરી શકે. ધર્મસંસ્થાને ધુરંધર સાધુસંન્યાસી વર્ગ છે, એટલે તેમની જવાબદારી છે કે રાષ્ટ્રમાં અને આંતરરાષ્ટ્રોય ક્ષેત્રમાં પ્રાંતવાદ, ભાષાવાદ, જાતિવાદ, રંગભેદ, રાષ્ટ્રીઝનૂન, સંપ્રદાયવાદ, વેષપૂજા વગેરેને કારણે સમાજ અને રાષ્ટ્રોના દિલમાં જે સંકીર્ણતા અગર તો તંગદિલી ઊભી થઈ છે, અને તેને લીધે દેષ, ઈર્ષા, કલેશ, ફાટફૂટ, મને માલિન્ય વગેરે દેષો વધી રહ્યા છે; એ બધાને મધ્યસ્થતા, સમજુતી, અને તપ-ત્યાગ-બલિદાનાત્મક સામુદાયિક અહિંસક (શુદ્ધિ) પ્રયોગ, તેમજ શાંતિસેના વડે અટકાવી, દેશદેશની જનતાનાં દિલેને જોડવાને તથા સમભાવ અને સમન્વય માર્ગની પ્રત્યક્ષ સક્રિય સાધના કરવા-કરાવવાનો પુરુષાર્થ કરવો જરૂરી છે.
(૨) આજનો યુગ વ્યક્તિયુગ નથી, સમાયુગ છે; સંસ્થાયુગ છે. સુસંસ્થાઓના અનુબંધથી જ ગાંધીજી વિશ્વવ્યાપી કાર્ય અને તે કાર્યની સંપૂર્ણ અસરકારકતા બતાવી શક્યા હતા. વળી વિજ્ઞાને જેમ અણુબોંબ બનાવી તારાજી નાતરી છે, તેમ ઝડપી સાધને અને એમની સર્વસુલભતા કરી આપીને વિશ્વ શાંતિનો માર્ગ મોકળો કરી આપે છે. એટલે આજે સમૂળી ક્રાંતિ ઝડપભેર અહિંસાથી જ થઈ શકે તેમ છે.
બધાં ક્ષેત્રે અને બધા દેશમાં–એટલે કે વિશ્વની ગતિ વિધિમાંસત્ય-અહિંસા-ન્યાય નીતિરૂપ ધર્મને સામુદાયિક પ્રયોગ કર્યા વગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com