________________
[૧]
સ્મૃતિ - વિકાસની મહત્તા સ્મૃતિ કે ચમત્કાર :
આપણે કેટલીક વાર કેટલીક વ્યક્તિઓને, એક બાદ એક અનેક ઘટનાઓને સંભળાવતા જોઈએ છીએ; મોટી મોટી રકમના દાખલાઓ મેઢે કરતા જોઈએ છીએ તેમજ ઘણીવાર અલગ અલગ પ્રકારના અનેક પ્રશ્નોને સાંકળીને અવધાન-પ્રયોગ વડે જવાબ દેતા જોઈએ છીએ. ત્યારે તેમની સ્મૃતિ અંગે દિંગ થઈ જઈએ છીએ. ઘડીભર એમ પણ લાગે છે કે આને કઈ દેવી શક્તિ કે ચમત્કાર–શક્તિ તે પ્રાપ્ત નથી ને ?
- સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફરીને યુરોપમાં એક મહિલાના અતિથિ બન્યાં. એકવાર તેઓ નિરાંતે પાનાં ફેરવતાં એક પુસ્તક વાંચતા હતા. પેલી મેજબાન બાઈને લાગ્યું કે સ્વામીજી અમથા પાનાં ફેરવે છે. તેણે કહ્યું સ્વામીજી! તમે પણ પાનાં જ ફેર છે ?”
વિવેકાનંદે કહ્યું: “ના, બહેન! હું કેવળ ઝડપથી વાંચતો જ નથી પણ સાથે સાથે જે વાંચું છું તે બધું મને યાદ છે !”
પેલી બાઈને થયું કે વિવેકાનંદજી હાંકે છે. તે તેમની સામું જેવા લાગી. સ્વામીજીએ તેને કહ્યું: “ શંકાને કોઈ કારણ નથી. મા વાંચેલા પૃષ્ઠોમાંથી મને કોઈપણ પૃષ્ઠ ઉપર કઈ લાઈન છે તેમાં શું વાકય છે તે પૂછો, હું તમને તે કરી શકીશ?”
બાઈની શંકા જિજ્ઞાસામાં પરિણમી. તેણે એક પાનું ખેલીને અમુક લીંટી વાંચી. વિવેકાનંદજીએ કેવળ તે પાનાંની ક્રમ સંખ્યાજ ના. પણ તે પૃષ્ઠ ઉપર તે લીટી કેટલામી છે તે પણ કહી બતાવી. પેલી બાઈ તે આશ્ચર્યમાં પડી ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com