________________
૧૩૬
આ પાંચ માસના દિવસે ચંદનબાળ ર શકતી
દિવસ આહાર વગરના થઈ ગયા હતા. હજુ સુધી તેમને ખેરાક મળ્યો ન હતો. ઉપવાસમાં જ આટલા બધા દિવસે ગયા, અભિગ્રહ હજુ પર થયો ન હતો.
કેટલાક લોકો એમ કહે છે કે ભગવાન મહાવીરને તો બધું જ જ્ઞાન હતું; એટલે જ તેમને ધારેલું મળેલું. પણ જે એમ હોય તે તેમને સાડા પાંચ માસ સુધી ઉપવાસ કરવાની શી જરૂર હતી ! અભિગ્રહ ધારણ કરતાં પહેલાં જે દિવસે ચંદનબાળા બાકળા ખાવાની હતી તેથી એક દિવસ પહેલાં તેઓ અભિગ્રહ ધારણ કરી શકત ! પણ ખરી વાત તો એ હતી કે તેમને કેવળ જ્ઞાન તે આ પછી જ થયું. તેમણે અભિગ્રહ લીધે ત્યારે એટલે જ વિચાર કર્યો હશે કે “ભલે, મારું શરીર પડી જાય પણ હું જે ઈચ્છું છું તે અવ્યકત જગતની સાથે તાળ મળી જાય !”
આ એક પ્રયોગ હતો. તેમાં ભારે રહસ્ય છુપાયેલું છે. મહાપુરૂષોને સંકલ્પ ઈષ્ટનું સર્જન કરવા માટે જ હોય છે. તે જમાનામાં નારીને ઘેટાંબકરાંની જેમ બજારમાં વેચવામાં આવતી. તે દાસી તરીકે ખરીદનારના ઘરે રહેતી અને તેની આજ્ઞા પ્રમાણે કામ કરતી. એટલે સુધી કે તે ખરીદનારને તેના ઉપર સંપૂર્ણ કજો રહેતો. ધારે તો ઉપ-પત્ની તરીકે પણ તેને ઉપયોગ-ઉપભોગ કરી શકતો. એટલે કે નારી-ગુલામીની પ્રથાનું કલંક ભારત જેવા સુસંસ્કૃત દેશોમાં હતું.
ચંદનબાળા પણ એવી જ એક ખરીદાયેલી દાસી હતી. તે રાજકુમારી હતી પણ પકડાઈ જતાં તેને એક સામાન્ય ગુલામ તરીકે વેચવામાં આવી. ધના શેઠે તેને ખરીદી હતી. તેને દીકરી તરીકે રાખતા હતા. દાસીને દીકરી જેમ રાખવી એ તેમની પત્ની મૂળા શેઠાણીને ગમતું નહતું. એક દાસીને આટલી હદ સુધી ચડાવવી ન જોઈએ તે તેના મનને સાલતું હતું. અધુરામાં પૂરું એકવાર તેણે બન્નેને સંપ્રકરણમાં જોયા. એક દિવસ શેઠ બહારથી થાકેલા આવ્યા હતા, એટલે પગ ધોવા માટે ઊનું પાણી ચંદના પાસે મંગાવ્યું. ચંદના પાણી લાવીને શેઠને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com