SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ બે બેલ મુનિશ્રી સંતબાલજીને તમે સૌ જાણે છે. તેઓ એક ક્રાન્તિકારી જૈન સાધુ છે. તેઓ આત્મસાધનામાં મગ્ન રહેવા છતાં સમાજકલ્યાણની અનેક પ્રવૃત્તિમાં સક્રિય માર્ગદર્શન અખંડપણે અનિશ આપતા રહે છે. તેઓશ્રી માને છે કે હવે માત્ર ઉપદેશથી કામ નહીં ચાલે પણ જે સમાજ-જીવન ચૂંથાઈ ગયું છે; ડગલે ને પગલે અશાન્તિ દેખાય છે તેના નિરાકરણ માટે સાધુસંતો એ સક્રિય માર્ગદર્શન આપવું જોઈશે. આ તો જ બની શકે જે સાધુસાધ્વીઓ પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહને મોહ છેડે અને સાંપ્રદાયિક્તામાંથી મુક્ત બની, સર્વધર્મને અભ્યાસ કરે. આમ કરવાથી આપોઆપ ગ્રામજનતાનો અને આમજનતાને સંપર્ક આવી જશે. આજે કોઈ પણ એક પ્રશ્ન કે એક જ ક્ષેત્રના અનેક પ્રશ્નો લેવાથી સમાજ વ્યવસ્થા પણું નહીં બને. જે ધર્મમય સમાજરચના ઊભી કરવી હશે તે માનવજીવનમાં ઊભા થતા સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય અને દરેક ક્ષેત્રના પ્રશ્નોને સર્વાગી વિચાર કરે પડશે. અને અમલ પણ સંસ્થાકારા જનતા વાટે કરવું પડશે. પ્રાચીન કાળમાં યુગાનુરૂપ આમ થતું હતું; એટલે જ ભારતની સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ બની છે; અને આજ સુધી ટકી છે. આપણે ત્યાં ઘરના ધર્મની એકી સ્ત્રીઓ કરતી એટલે કુટુંબ નેહસભર અને પવિત્ર રહેતુંસમાજની ચોકી બ્રાહ્મણ કરતા. તેઓ કયાંય વ્યસન, અપ્રમાણિકતા કે ગેરરીતિઓ પેસી ન જાય તેને માટે સતત ક્રિયાશીલ રહતા; તેથી દેશ નીતિસભર રહેશે. અને સંત આખા દેશમાં પરિભ્રમણ કરી સંસ્કૃતિની એક અખંડપણે કર્યા કરતા હતા. રાજય પણ સંત, બ્રાહ્મણને અધીન રહીને ચાલતું. આ બધાના કારણે અમાજ શાંતિથી જીવે છે અને અધ્યાત્મલક્ષી રહી શકત; કોઈ બલીને દુષ્ટ કુન્ય કરનાર નીકળે તે રાજ્ય તેને યોગ્ય નશ્યત કરતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. પૂર્વ પશ્ચિમ એક થવા લાગ્યાં છે. વિજ્ઞાને દેટ મૂકી છે. એટલે મહારાજશ્રી એ જ પુરાણી સંસ્કૃતિન નજરમાં રાખી, યુગાનુરૂપ નવી ઢબે સમાજ વ્યવસ્થા ગોઠવવા પ્રયત્ન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy