________________
૭૩
રાજ્ય ટકાવવા માટેનું વિધાન “ઈન્કવીઝન ” રૂપે આપ્યું. જે લેકો ચર્ચની માન્યતા પ્રમાણે ન ચાલતા હેય તેમને નાસ્તિક ગણવા અને શોધીશધીને રીબાવવા, બાળી નાખવા અને મારી નાખવાને હિંસક ધારે ચર્ચે પસાર કર્યો. કેટલીક સ્ત્રીઓને ડાકણ ગણીને ખૂબ જ હેરાન કરવામાં આવતી. આ ધાર્મિક ઝનૂન એ હદે પહોંચ્યું કે ઘણી વાર “ઈન્કવીજીશન”ની આજ્ઞા ન થાય તે પહેલા ઝનૂની ટોળાંએ જ અત્યાચાર કર શરૂ કરી દેતા. તેને ભોગ ૧૩૧૮ માં સંત ફાસિસના સાધુએ થયા. તેમાંના ઘણાને માર્ચોઈસમાં બાળી મૂક્વામાં આવ્યા.
પણ, આ ધાર્મિક હિંસક પ્રથાથી પણ ચર્ચનું ધર્મ-શાસન ટકી શકયું નહીં. બળવાઓ થયા, બંડ થયાં અને લોક ચર્ચની ધાર્મિક સત્તાથી જુદા પડતા ગયા. યુરોપમાં અવગ-અલગ રાજ્યો થતા ગયા. તેઓ ચના વાડાઓને પિતાના સ્વાર્થ ત્રમાણે માન્યતા આપતા ગયા. ૧૮૭૮ માં પિપોની અંદર સંઘર્ષ વધી પડયા અને ધર્મસત્તાથી લો કે એટલી હદે કંટાળી ગયા કે જ્યારે રશિયામાં સામ્યવાદ આવ્યો ત્યારે ધાર્મિક અને સદંતર નાશ થયો કે માત્ર નજીવા અસ્તિત્વ સાથે સામ્યવાદી દેશમાં ચર્ચા રહ્યા.
ધાર્મિક સત્તા સાથે યુરોપમાં બારમી સદીની આસપાસ રાજ્યસત્તામાં પણ ફેરફાર શરૂ થશે. ધર્મસત્તા અને રાજયસત્તા વચ્ચે રામન ચર્ચની અંદર જે હરિફાઈ ચાલી તેની અસર બીજાં રાજ્ય ઉપર પણ પડી. યુડલ પ્રથા પ્રમાણે રાજાની સત્તા ઘણી વધારે થતી હતી. રાજ ઘણીવાર સ્વછંદ રીતે વર્તવા લાગ્યા હતા. એમાં ૧૨૫માં એક ઘટના ઈંગ્લાંડમાં થઇ. તે વખતને રાજ “ જેન' અતિશય લોભી હતી અને તેના વર્તનના કારણે પ્રજા છેડાછી જતાં લોકો તેની વિરૂદ્ધમાં થયા. ટેમ્સ નદીના સ્નીમીક ટાપુ ઉપર ઉમરાવએ તેને ઘેરી લીધો અને તલવારની અણીએ મેગ્નાકર્ણ કે પવિત્ર કરાર ઉપર સહી કરવાની તેને ફરજ પાડી. એ કરારમાં પ્રજાને અધિકાર જળવાતું હતું. તે પ્રમાણે રાજ સમોવડિયાઓની સંમતિ વગર કોઈપણ નાગરિકની મિલકત કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com