SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ બે બેલ મુનિશ્રી સંતબાલજીને તમે સૌ જાણે છે. તેઓ એક ક્રાન્તિકારી જેન સાધુ છે. તેઓ આત્મસાધનામાં મગ્ન રહેવા છતાં સમાજકલ્યાણની અનેક પ્રવૃત્તિમાં સક્રિય માર્ગદર્શન અખંડપણે અહેનિશ આપતા રહે છે. તેઓ શ્રી માને છે કે હવે માત્ર ઉપદેશથી કામ નહીં ચાલે પણ જે સમાજ-જીવન ચૂંથાઈ ગયું છે, ડગલે ને પગલે અશાન્તિ દેખાય છે તેના નિરાકરણ માટે સાધુનેએ સક્રિય માર્ગદર્શન આપવું જોઈશે. આ તો જ બની શકે જે સાધુસાધ્વીઓ પ્રાણ, પ્રતિષ્ઠા અને પરિગ્રહને મોહ છે અને સાંપ્રદાયિકતામાંથી મુક્ત બની, સર્વધર્મને અભ્યાસ કરે. આમ કરવાથી આપોઆપ ગ્રામજનતાનો અને આમજનતાને સંપર્ક આવી જશે. આજે કોઈ પણ એક પ્રશ્ન કે એક જ ક્ષેત્રના અનેક પ્રશ્નો લેવાથી સમાજ વ્યવસ્થા પુર્ણ નહીં બને. જે ધર્મમય સમાજરચના ઊભી કરવી હશે તે માનવજીવનમાં ઉભા થતા સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય અને દરેક ક્ષેત્રના પ્રશ્નોને સર્વાગી વિચાર કરવું પડશે. અને અમલ પણ સંસ્થાધારા જનતા વાટે કરે પડશે. પ્રાચીન કાળમાં યુગાનુરૂપ આમ થતું હતું; એટલે જ ભારતની સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ બની છે, અને આજ સુધી ટકી છે. આપણે ત્યાં ઘરના ધર્મની ચકી સ્ત્રીઓ કરતી એટલે કુટુંબ સ્નેહસભર અને પવિત્ર રહેતું. સમાજની ચકી બ્રાહ્મણે કરતા, તેઓ ક્યાંય વ્યસન, અપ્રમાણિક્તા કે ગેરરીતિએ પેસી ન જાય તેને માટે સતત ક્રિયાશીલ રહેતા; તેથી દેશ નીતિસભર રહેશે. અને સંત આખા દેશમાં પરિભ્રમણ કરી સંસ્કૃતિની એકી અખંડપણે કર્યા કરતા હતા. રાજ્ય પણ સંત, બ્રાહણેને અધીન રહીને ચાલતું. આ બધાના કારણે સમાજ શાન્તિથી છો અને અધ્યાત્મલક્ષી રહી ને; કોઈ જાલીમ દુષ્ટ કૃત્ય કરનાર નીકળીને તે રાજ્ય તેને યોગ્ય નયત કરતું. આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. પૂર્વ પશ્ચિમ એક થવા લાગ્યાં છે. વિજ્ઞાને દેટ મૂકી છે. એટલે મહારાજશ્રી એ જ પુરાણી સંસ્કૃતિને નજરમાં રાખી, યુગાનુરૂ૫ નવી બે સમાજ વ્યવસ્થા ગોઠવવા પ્રયત્ન કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034812
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 09 Vishvadarshan
Original Sutra AuthorN/A
AuthorNemichandra Muni
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy