________________
સ્પષ્ટ દર્શનની વ્યાપકતા...
અને સાંપ્રદાયિક અજ્ઞાનની સંકુચિતતા
[ સંપાદકીય]. ધર્મમય સમાજરચના માટે જ્યારે પણ કોઈ પ્રતિભાશાળી આત્મા બહાર પડે છે ત્યારે એના માટે દર્શન-વિશુદ્ધિ અતિ જરૂરી બને છે. આમાં તેણે વિશ્વદર્શન કરવાનું રહે છે. આ વિશ્વ જ તેના કાર્યક્રમનું ક્ષેત્ર
ઈને તેણે વિશ્વનાં મુખ્ય તો ચેતન અને જડનો જેમ પરિચય સાધવાને છે, તેમ તેણે વિશ્વદર્શનના અન્ય પાસાંઓ અંગે સ્પષ્ટ દૃષ્ટિ કેળવવાની હોય છે. આ માટે તેણે એક માપદંડ રાખવાનો હોય છે તે છે ધર્મમય સમાજરચનાને, તેણે એક દષ્ટિ કેળવવાની હોય છે તે વિવેકસરના પૃથક્કરણની અને વ્યાપક સત્ય શોધની સતત જિજ્ઞાસાની. તે ભૂતકાળને ઇતિહાસ વડે તપાસે છે; પોતાના ક્ષેત્રને ભૂગોળ વડે જાણે છે, વિજ્ઞાનની પ્રગતિ વડે વર્તમાનને આંકી ભવિષ્યનું સ્પષ્ટ દર્શન કરે છે; રાજનીતિ વડે રાષ્ટ્રને અહિંસક સમાજનું સ્વરૂપ આપે છે અને અર્થનીતિ વડે પરસ્પરના શેષણને અટકાવે છે.
સામાન્ય રીતે ઘણું લોકો એમ જ માને છે કે ધર્મની સાથે આ બધા વિષયોને શું સંબંધ? એટલું જ નહીં કેટલાક સાધકો તે એમ જ માને છે કે અમે તો આત્માનો જ ઉદ્ધાર કરવા નીકળ્યા છીએ તેમાં અમારે આ ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિ, અર્થનીતિ કે વિજ્ઞાનની શી જરૂર છે ? પણ ખરો આત્મસાધક જેની ચરમ આત્મસાધનાની સિદ્ધિ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન છે તે આની ઉપેક્ષા કરી શકતા નથી.
એટલે જ આપણે તીર્થકર રચિત સૂત્રોમાં–આગમવાણીમાં પૂર્વભવ ક્યા રૂપે ઇતિહાસ; ક્ષેત્ર વર્ણન વડે ભૂગોળ, લોકાલોકના વર્ણન વડે ખગળ; યંત્ર અને શસ્ત્રોનાં તેમજ જીવ અજીવનમાં વણથી વિજ્ઞાન, ગ્રામ, નગર, રાષ્ટ્રધર્મ વડે રાજનીતિ તેમજ ન્યાય-નીતિની કમાણી, પ્રમાણિકતા, પરિગ્રહ-મર્યાદા અને વ્યવસાય મર્યાદા વગેરે વડે અર્થ નીતિને રજૂ થતી જોઈએ છીએ. કેવળ જૈને પૂરતું નથી પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com