________________
૨૫ર
સમયસરનું અને યોગ્ય દિશાનું છે. આખા દેશમાં આવું થાય તે, દેશભરમાં ન્યાય નીતિની વાતને સામાજિક પ્રતિષ્ઠા મળી જાય. દેશમાં વેર-વિખેર પડેલી સારી-સારી વ્યક્તિઓ સંકલિત થઈ જાય. આમ આખા અર્થપ્રવાહને બદલાવી શકાય.
ઉપર જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય અનુસંધાન થતાંજ વિશ્વનું અર્થતંત્ર પલટાવાને પ્રારંભ થશે. આજે તે જીવનધોરણ ઉન્નત કરવાને આંક કેવળ ભૌતિક છે. એટલે નફાખેરી, સંધરે અને વિલાસ વગેરેના કારણે વિષમતાઓ અને અદેખાઈઓ જન્મે છે. અમેરિકાને લેકસમૂહ આર્થિક રીતે સુખી હોવા છતાં આ દષ્ટિએ જોઈએ તો ઘણો જ દુઃખી છે. ત્યાંના ધર્મગુરુઓ આજીવિકા શુદ્ધ કરવા માટે કંઈ પણ કહેતા નથી. ભારતમાં ધર્મ, ધર્મશાસ્ત્રો અને ધર્મગુરુઓએ હંમેશા પ્રજા તેમજ રાજ્યને ન્યાયનીતિ અને પ્રામાણિકતાની કમાણીની તેમ જ આજીવિકા શુદ્ધિની વાત કરી છે. આથી ભારત જ દુનિયાના અર્થપ્રવાહને ધર્મ પુનિત બનાવવામાં અગ્રભાગ ભજવી શકશે એમ લાગે છે.”
શ્રી પૂંજાભાઈઃ “વિશ્વના અર્થપ્રવાહને ધરમૂળથી પલટવાની વાત શરૂઆતમાં નવી લાગશે. તેથી માટે વિરોધ થવાનો સંભવ છે. પણ આ કામ ભાલ નળકાંઠામાં શરૂ થયું ત્યારે જે મુશીબત હતી, તે આજે નથી. હવે કાર્યકરો અને જનતા બન્નેની દષ્ટિ સાફ થઈ છે અને તેમને ધડ બેસી ગઈ છે. રાજકીય જૂથને વિરોધ મોટા ભાગે સ્થાપિત હિતે તરફથી છે, તે પણ સત્તા જનતાના હાથમાં જશે એ ભયના કારણે થાય છે. એટલે સેવા માટે જે કામ કરશે તેનું સ્થાન લેક-હૃદયમાં અચળ રહેશે. સત્તા માટે કે માન માટે જે સેવા કરશે તેનું સ્થાને નહીં રહે. આમાં ગભરાવવાનું કશું યે નથી.
ધર્મજના ભાઈઓ ખંભાતના ટેકરાઓમાં ખેતી કરવા આવ્યા હતા ત્યારે ભરવાડોએ તેમનો સર્વ પ્રથમ વિરોધ કર્યો હતો. પણ આજે તેમની ખેતી સુધરી, જમીનના માલિક બન્યા તો ભરવાડો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com