________________
૨૦૮
શ્રી શ્રોફ:–રાયશાહી કે મૂડીવાદી તંત્ર અને વિશ્વ માટે ખતરારૂપ છે. તેની સામે સત્તા અને ધન બેયની તમાથી પર એવા સક્રિય તટસ્થ બળોની જરૂર છે. એ માટે અનુબંધ વિચારધારા પર્યાત માર્ગદર્શક શક્તિ ધરાવે છે. તે માટે પ્રાણ પ્રતિષ્ઠા અને પરિગ્રહને હેમવાની તૈયારી સાથે આગળ વધવું જોઈએ.”
પ્ર. નેમિમુનિ : “આજની દુનિયાની લોકશાહી છેટલી ઢબની તે નથી જ. તેમાં ધરમૂળથી સંશોધનને અવકાશ છે. તે કેટલે અંશે છે. તે વિચારવા માટે આપણે સર્વ પ્રથમ જગતની રાજ્યપદ્ધતિઓના પ્રકાર ટુંકમાં જોઈ જઈએ તે ઠીક થશે. જે આ પ્રમાણે છે –
(૧) પ્રમુખ પદ્ધતિ : આમાં પ્રમુખ વિશાળ કારોબારી સત્તા ભોગવે છે. તે પિતાના મંત્રીઓ ચૂંટે છે. આ મંત્રીઓ ધારાસભાને જવાબદાર હોતા નથી. અમેરિકામાં પ્રમુખ પદ્ધતિ છે. આ પદ્ધતિને લીધે કટોકટીના સમયમાં ઝડપી નિર્ણય લેવાય છે અને મંત્રીઓ સ્થિર રહે છે. પણ ધારાસભા અને કારોબારી એકરૂપ ન હેવાના કારણે ખેંચતાણ થયા કરે છે.
ભારતમાં પણ રાષ્ટ્રપ્રમુખ પદ છે અને તેમનું શાસન કટોકટીના સમયે જાહેર થાય છે પણ તેની સત્તા મર્યાદિત છે.
(૨) સંસદીય લોકશાહી : આમાં ધારાસભાગૃહને બહુમતિ પક્ષ પ્રધાન મંડળ રચે છે. તે ધારાગૃહને જવાબદાર હોય છે. પ્રમુખને નામની સત્તા હોય છે.
(૩) સમવાયીતંત્રઃ દેશનાં અનેક રાજ્યો ભેગાં મળીને રાજ્યતંત્ર ચલાવે અને બધાંની ભેગી સત્તાઓ બંધારણમાં નકકી થયેલી હોય છે. ભારતમાં સમવાયી તંત્ર છે અને સંસદીય લોકશાહીને સુમેળ હોઈને તેને સમવાયી સંસદીય લોકશાહી તંત્ર કહી શકાય. તેમાં કેટલીક કેન્દ્રની સતા પ્રાંતને સોંપવામાં આવી છે અને તેનું છેલ્લું લક્ષ્ય પંચાયત રાજ્યમાં રાજ્યસત્તાનું વિકેદ્રીયકરણ કરવાનું છે. તેથી અહીંની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com