________________
૨૦૪
ધર્મ ઝનૂન હોય છે. તેમાં પણ મૌલવી લોકોને આ પશ્ચિમી રાષ્ટ્ર ધર્મઝનૂન પાઈને ઈસ્લામ રાજયને રવાડે ચડાવવાની કોશિશ કરતાં હેય છે જેથી સામ્યવાદ ત્યાં પગપેસાર ન કરી શકે; તેમજ તેઓ સામ્યવાદ સામેની આડી દિવાલ રૂપે કામ આપી શકે. એટલે જ તેઓ ઈસ્લામી–ભાઈજાનપણું (Muslim Brother hood) સ્થાપતિ કરવા માટે “પાન-ઈસ્લામ” નામની સંસ્થામાં જોડાયા છે; અને ઇસ્લામ ધર્મનું અલગ સજ્ય હોવું જોઈએ તેવી વાતો કરે છે. નાસર પણ પ્રગતિશીલ હોવા છતાં તેમાં જોડાવાની વાત કરે છે, સાઉદી અરેબિયા પણ મુસ્લિમ રાજ્યની વાત કરે છે અને પાકિસ્તાન પણ સાંપ્રદાયિક ઈસ્લામી રાજ્ય બનવાનું સ્વપ્ન સેવે છે. મૂળ તે પશ્ચિમી રાષ્ટ્રના એજ ટ તરીકે જ તેઓ કાર્ય કરે છે અને મૌલવીઓમાં ઝનૂન પ્રેરી સામ્યવાદની સામે દીવાલ રૂપે તેમને ખડા રાખવામાં આવ્યા છે. - ત્રીજું ગ્રુપ છે પિશ્ચમ જર્મની, ફ્રાંસ, સ્પેન, પોર્ટુગલ વગેરેનું આ બધાં સામ્રાજ્યવાદી રાજ્ય છે તેઓ પણ એંગ્લે–અમેરિકન જૂથમાં ભળ્યાં છે. સામ્રાજ્યવાદી પ્રજાને બેઠી કરવી હોય તો સંસ્થાનવાદનું ચોકઠું ગોઠવી રાખવું જોઈએ એવું પશ્ચિમી રાષ્ટ્રો માને છે. એટલે જ અમેરિકા અને બ્રિટને પર્ટુગલ સંબંધી સંસ્થાન વખતે પક્ષપાત કર્યો હતે. આમ સામ્રજ્યશાહી અને મૂડીવાદી એક નાવમાં બેસવાના કારણે વિશ્વને લેકમત ગુમાવતા જાય છે.
શું પ્રપ છે રશિયા, હંગેરી, પૂર્વ જર્મની, ઝેકોસ્લોવેકિયા, ચીન વગેરે સામ્યવાદી પ્રભાવિત દેશનું જૂથે આમાં રશિયાને પ્રભાવ વધારે છે. તે કંઈ ન કરે પણ આ દેશોની પીઠ થાબડયા કરે અને તેની અંદર ભલે દેશના લેકીને ખતમ કરી નાખવામાં આવતા હોય તે ઘરની અંદરની વાત છે; કરીને ચૂપ રહે. પણ અમેરિકા જે કંઈ પણ કરે તે તરત તેનો વિરોધ કરે. જો કે આ દેશમાં હાલ ચીન અને રશિયા વચ્ચે સામ્યવાદી પ્રદેશો ઉપરના પ્રભુત્વ અંગે ઝઘડો મોટે પાયે -ચાલુ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com