________________
૨૦૧
બધા કર નાખવા જોઈએ કે તેથી દેશમાં પૈસો વધશે અને તે ના નહી પાડી શકે. પછી એ પૈસાદાર માણસ પૈસાને ગમે તે રીતે વાપરે ! જુગાર રમે, દારૂ પીએ રંડીબાજી કરે ! અમારા રાષ્ટ્રનું શું નુકશાન છે? તે વધુ કમાઈને રાષ્ટ્રને જ આપે છે. આવી સ્વછંદ વાને કરનાર રાષ્ટ્રમાં અમેરિકા મોખરે છે. સ્વતંત્રતા આપે છે સ્વતંત્રતાની વાતો કરે છે અને બીજી બાજુ ભારે કરવેરા લઈ અવિકસિત રાષ્ટ્રોને નબળાં રાષ્ટ્રને મદદ આપે છે. પણ સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતાને મદ ત્યાં વધારે હોય છે. પણ આમાં ગરીબોને કંઈ કાંઈક સારૂં ખાવાનું મળે છે કંઈક સારૂ મળવાની આશા રહે છે અને તેમને આદર્શ વધુ પૈસા મેળવો, દારૂ પીવો, જુગાર રમ કે રંડીબાજી કરી મોજશોખ કરવો એ બને છે. એમાં સમાજ પરિવર્તન થતું નથી. આ મૂડીવાદી લેકશાહીને એક પ્રકાર છે. એ દળમાં અમેરિકા, બ્રિટન વગેરેને સમાવેશ થાય છે.
બાઈબલના આધારે તે લોકે (શ્રમિક અને ગરીબોને સમજાવતા. ભારતમાં પણ આ વાત ધર્મગુરુઓ બીજી રીતે કહેતા હેય છે કે : “ પસાદાર, પુણ્યથી પૈસે કમાય છે, તે સુખી છે. તમારા (ગરીબોનાં) પુણષ નબળાં છે. તમે પણ આ જન્મમાં પુણ્ય કરે તે આવતે ભવે તમને પણ પુણ્યને પ્રતાપ દેખાશે !” આવી બધી રીતની સમજણમાં શ્રીમંત અને ધર્મગુરુઓની ગોઠવણ રહેતી અને શ્રમિકોને સંતોષ આપવામાં આવતું. પણ શ્રમિકોનાં દુઃખે અને પરેશાનીઓ દૂર ન થયાં.
એટલે નવે વિચાર માણસના મસ્તકમાં આકાર લેવો શરૂ થશે. કાર્લ માકર્સને સર્વ પ્રથમ થયું કે “ધર્મગુરુઓ ભગવાનની અવકૃપાને ગરીબાઈનું કારણ ગણે છે તે બરાબર નથી. જે ભગવાનની અવકૃપા હોય તે વરસાદ કેમ વરસે ? કાલાં-કપાસ તેમ જ ધન-ધાન્ય વગેરે શા માટે થાય ? સંપત્તિ વધે છે, તે શા માટે વધે છે?” તેને વિચારોના અને લાગ્યું કે આમાં ભગવાનને દોષ નથી. બળવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com