________________
૧૫૦
હોય છે. જૈન દર્શન તેને અધર્માસ્તિકાય કહે છે. પદાર્થમાં રહેલું જડત્વ ગતિ કે અગતિ પિતાની મેળે કરી શકતું નથી. અંગ્રેજીમાં તેને “ઈનિશિયા ” કહે છે. સ્થિતિ આપનાર આ ગુણને “તમોગુણરૂપે કેટલાંક દર્શનેએ કહ્યો છે.
(૫) દરેક પદાર્થનું વિભાજન થાય છે. કેટલામાં છેલ્લું વિભાજન પરમાણું સુધી થાય છે. એને અંગ્રેજીમાં “ ડિવિઝીલિટી” કહે છે. પદાર્થ માત્ર વિભાગ થાય છે. એમાં છેલ્લું તત્ત્વ પરમાણું છે. જૈનદર્શનમાં આને સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણું કહીને એક દ્રવ્ય અસ્તિકાય તરીકે ઓળખવામાં આવ્યું છે નેયાયિકવૈશેષિક દર્શન અને અણુતત્વ તરીકે માને છે.
(૬) વિભાગ થઈ શકે તોયે બે અણુ વચ્ચે દ્વિવાળી જગ્યા રહે છે. આવા અણુઓ મળી શકે છે, તેને દાબે તે દબાઈ શકે છે; તેને સંકોચ વિસ્તાર કરી શકાય છે, તેને વિકાસ થઈ શકે છે. એને જન દર્શનમાં પુગલ દ્રવ્ય કહેવામાં આવ્યું છે. બીજ દઈને તેને વસ્તુ કે પદાર્થ કહે છે.
(૭) વસ્તુ માત્રને નાશ થતું નથી. તેનું રૂપાંતર થાય છે. એને જૈનદર્શન ધ્રૌવ્ય (ધ્રુવતા) માને છે. સાંખ્યયોગ-દાની તેને ધમ કહે છે. માટીને ઘડે બને છે. ઘડે તરી જાય તેને વિનાશ થ નથી. તે માટી બની જાય છે. ફરીથી તે માટીમાં મળે છે અને એ માટીને ફરી વડે બને છે. આ વાત પાણી-વાયુ વગેરેને પણ લાગુ પડે છે. સાંખ્યોગમાં એને સત્કાર્યવાદ કહેવામાં આવે છે.
આ સાત ગુણો પાયાના દરેક દ્રવ્યને લાગુ પડે છે. પછી તે દ્રશ્ય ઘન (ધર) પ્રવાહી કે વરાળ પે હોય. તેની ગરમી ઝીલવાની
સક્તિ જેટલી હશે તેટલા પ્રમાણમાં તેની શકિત હશે. આ બધી ભિન્નતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com