________________
૧૪૩
સાગરમાં વનસ્પતિ વધારે થાય છે. તેથી અનેક પ્રકારનાં માંછલાં વગેરે ત્યાં થાય છે. ઊંડા સમુદ્રમાં પ્રાણીઓ ઓછાં હેય છે.
માણસે પિતાના પશુ ધનને સારી પેઠે ઉપયોગ કર્યો છે. તેમાંથી મળતાં ખાદ્યપદાર્થો અને બીજી વસ્તુઓને તેણે ઉપયોગ કર્યો છે. દૂધ, ઘી, માખણ, ચામડાં, હાડકાં, ઈડાં, માસ, ઊન વગેરેને માનવ ઘણે ઉપયોગ કરે છે. તેથી જાતે ટકીને તેણે બીજાને ટકાવી રાખ્યા છે.
આજે માણસે પોતાની બુદ્ધિથી ભૌગોલિક પરિસ્થિતિ ઉપર વિજય મેળવ્યો છે. તેણે મોટા મોટા ફેરફારો વૈજ્ઞાનિક સાધન વડે કર્યા છે. સમુદ્રનું ખારું પાણી મીઠું કેમ કરવું, રણને લીલુંછમ મેદાન કેમ બનાવવું, તે પણ તેણે જાણ્યું છે. તેણે ન વસવા લાયક પ્રદેશોમાં વસવાટ આનંદપૂર્વક કર્યો છે. ઈંગ્લાંડની યંત્રની શોધ પછી ભૌગોલિક પરિસ્થિતિમાં મોટો ફેરફાર થઈ શક્યું છે. જ્યાં ઘીચ જંગલો હતાં ત્યાં મેટા ય-કારખાનાઓ શરૂ કર્યા છે. તેને પ્રકૃતિ ઉપર દિગ્વિજય મેળવવાનો પ્રયાસ તે ચાલુ જ છે. તે વધુ સક્રિય અને ધર્મને સહાયક રૂપે ચાલુ રાખવાને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com