________________
૧૩૮
છે, જ્યાં જોરદાર પવન હોય છે, ત્યાં આ ક્રિયા ઝડપી થાય છે અને જ્યાં જોરદાર લેતો નથી ત્યાં ધીમી થાય છે.
પ્રકાશ : પ્રકાશ વધારે હોય તેમ પાંદડાં લીલાં વધુ હોય છે. પ્રકાશ ઓછો મળતાં પાંદડાં પીળાં પડીને નાશ પામે છે. વનમાં વેલાઓ તેમ જ વૃક્ષે ખૂબ ઉચે જવા માટે એટલે જ પ્રયાસ કરે છે.
જમીન : વનસ્પતિને પાણું અને પોષક તત્તે કેટલા પ્રમાણમાં મળશે એને આધાર જમીનના પ્રકાર ઉપર રહેલે છે. જમીન રેતાળ હોય તો તે પાણી સંધરી શકે નહીં. ચીકણી માટી પાણી સંઘરી શકે છે, જમીનમાં રહેલાં નાઈ ટેકસ વગેરે દ્રવ્યો અને ક્ષારો વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી છે. જે એ દ્રવ્યો પ્રમાણમાં ઓછાં મળે તે વનસ્પતિના પ્રકાર અને વૃદ્ધિમાં તફાવત પડે છે.
ઉપર જણાવેલ સંયોગોની અનુકુળતા પ્રમાણે વનસ્પતિ વધે છે. તેમાં પાણીને ફાળે અગત્યનું છે. જયાં મનુષ્યને વનસ્પતિ વધારે મળે છે, ફળફૂલને મળે છે કે તે વધારે પાક લણી શકે છે, તો તે માંસાહાર તરફ વળતો નથી. તેનામાં અન્ય પ્રાણીઓ તરફ દયાના સંસ્કાર પણ રેડી શકાય. એટલે વનસ્પતિ પણ માનવજીવનને ધાર્મિક, સંસ્કારી તેમ જ અહિંસક બનાવવામાં એક કારણ છે.
જૈનેમાં જંબુદ્વિપ પ્રાપ્તિ સૂત્રમાં એક સુંદર વસ્તુ રજૂ કરવામાં આવી છે. છઠ્ઠા આરા પછીના અવસર્વિણુ કાળના પહેલા આરામાં ૪૮ દિવસ વરસાદ પડયા પછી પૃથ્વી રસકસવાળી ફળદ્રુપ બની જાય છે. ચોમેર જમીન લીલીછમ બની જાય છે. ત્યારે વિરાટ માનવ-સમુદાય ભેગો થઈ પ્રતિજ્ઞા કરે છે કે “ચારે બાજુએ પ્રકૃતિએ આપણને જીવવા માટે અપાર સામગ્રી પાથરી છે. હવેથી આપણે કોઈ માંસાહાર નહીં કરીએ; વનસ્પતિ–આહાર ઉપર જ રહેશે. જે કોઈ માંસાહાર કરશે તેની છત્ર-છાયામાં પણ બેસશું નહીં.” આ સંક૯પ કરવાનો દિવસ સંવત્સરીને છે. તેમાં બીજા છ આરાનાં વર્ણન છે તેમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com