________________
૧૧૬
શી રીતે લાવવો એ માટેનો માર્ગ છે. આજે રશિયા અને પછી એના પગલે ચાલતું ચીન પોતાની ઢબે ચાલી રહ્યું છે. સામ્યવાદને પ્રભાવ જગતનાં પછાત રાષ્ટ્રો ઉપર આગવો છે અને દરેક દેશમાં તેમનાં સંગઠને નાનાં કે મેટાં છે જ. રશિયાએ આકાશ વિઘામાં વિશ્વને અંચબો પમાડે તેવી સિદ્ધિઓ હાંસલ કરી છે. એ બન્ને દેશનું પ્રચારતંત્ર પણ જબર છે. તેમની મુત્સદ્દીગીરીને અવગણી ન શકાય. ફાંસમાં આજે લશ્કરી સરમુખત્યાર શાહી ચાલે છે. બ્રિટન અને અમેરિકા એવી ભૂલો કરે છે કે પરાધીન રાષ્ટ્ર કે સંસ્થાને સામ્યવાદ તરફ સીધાં કે આકડતરાં ખેંચાય છે. તેને વિશેષ લાભ રશિયા લઈ રહ્યું છે.
આજે સશસ્ત્ર સામનાની વાતો નકામી છે. યુનેની અસરકારિતા આવવી જોઈએ તેજ સંસ્થાનવાદને નાશ થશે. મરી ફીટનાર કે તે માટે હામ ભીડનારની આજે જરૂર છે; તેજ ક્રાંતિ કરી શકશે; પણ હિંસા વગરની અહિંસક ઢબે ગાંધીજી આજ દષ્ટિએ સફળ થયા હતા. અને એકજ વહેવારૂ વાત રહી છે તે છે અહિસાને માગ.
બીજી વાત એ વધારે યાદ રાખવાની છે કે “યૂન ”નું બળ તટસ્થરૂપે વધવું જોઈએ. ભારતની અસર એજ રીતે જગત ઉપર પડી છે કે જેમ તેની આઝાદીએ નવો આદર્શ રજૂ કર્યો છે તેમ તેની લેકશાહીથી પણ વિશ્વ આકર્ષાય છે. અહીંની લેકશાહીમાં વિરોધ પક્ષ નકામો છે; તે કેવળ વિચિત્ર કે ઉછાંછળવૃત્તિવાળા છે.
ત્યારે પશ્ચિમમાં ૬ઠ્ઠી સદીથી માંડીને ૨૦મી સદી સુધીની રાજય પરંપરા ચૌદસે વર્ષથી ચાલી આવે છે. ત્યાં અલગ મહાજન સંગઠન કે લેક સંગઠને ન હતાં. એટલે ત્યાં વિરોધ પક્ષ રાજ્યની અંદર રહીને કામ કરી શકતો હતો અને કરે છે. ત્યાં પરદેશ નીતિ ઘડવી હોય, દેશવ્યાપી નિયમ બનાવવો હોય તો વિરોધ પક્ષ સાથે બેસે છે. તેને પૂરું માન મળે છે; વેતન મળે છે તેમજ રેડિયે વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com