________________
૧૧૪
નક્ષત્ર પૃથ્વી વગેરેનું જ્ઞાન ખૂબ જ ખેડાયેલું હતું. ત્યારે ઈસાઈઓનાં તે અંગેનાં બારણું બંધ હતાં. પરિણામે ઘણું સંશોધકોને બાળવામાં આવ્યા અને મારવામાં પણ આવ્યા. તેથી જેમ જેમ વિજ્ઞાન વધતુ ગયું તેમ તેમ ધર્મ પ્રતિ ધૃણું સ્વાભાવિક રીતે વધતી ગઈ.
આમાં વેપારીઓ આગળ આવ્યા. તેમની પાસે સોનું અને ધન બને હતાં. તેથી ગામડાની ગરાસદારી તૂટવા લાગી. તેમને સામંતશાહી ખૂચે તે સ્વાભાવિક હતું. આમાંથી ત્યાં મુખ્યત્વે નગરરચના થઈ ગઈ વેપારીઓએ નગદ-રચનામાં રસ લેવો શરૂ કર્યો. પોપને પડતા મૂક્યા.
આ વખતે જે નગર રાજ્ય ઉપર રાજા આવ્યા તે એક અર્થમાં તે પ્રજાના પ્રતિનિધિ રૂપે આવ્યા. તે વખતના નગરના પ્રતિનિધિત્વમાં પ્રજાનું પ્રતિનિધિત્વ હતું, જેનો મુખ્ય ભાગ વેપારીઓને હતો. તે વખતે બે કરાર થયા :-(૧) પ્રજાને પૂછયા વિના લડાઈ નહીં કરું અને (૨) ગમે તેમ પૈસે નહીં વેડ૬. નગરનો એ સંસ્કાર રાયસંસ્કાર રૂપે દ્રઢ થયો. તે લોકોમાં આલોક માટે સીઝર અને પરલોક માટે પાદરી માર્ગદર્શક બન્યા. તેથી ત્યાંના લોકોનું ઘડતર કાયદા વડે થયું છે. કાયદે રાજા ઘડે અને ધીમે ધીમે તે ભૂલ ન જ કરી શકે કારણ કે તે દૈવી–પુત્ર છે એમ મનાયું. જો કે અહીં પણ બ્રાહ્મણને બ્રહ્માનો અંશ અને રાજાને વિષ્ણુને અંશ માને છે તે છતા કુદરતી રીતે રાજા ઉપર, ઉપરથી બ્રાહ્મણને અને નીચેથી મહાજનોને અંકુશ રહ્યો તેથી રાજાને ધમ માર્ગે ચાલવું પડ્યું. પણ પશ્ચિમમાં એમ ન થયું.
ત્યાં એક ધર્મગુરૂ (બિશપ) ભ્રષ્ટ હતો. તેથી પ્રજાએ તેના માટે કહ્યું : “ તે નહીં જોઈએ.”
રાજાએ વિચાર્યું : “આજે ધર્મગુરૂ ન જોઈએ એ નાદ ઊઠે છે તે કાલે રાજા ન જોઈ એ એ નાદ ઊઠશે !” એટલે રાજા
અને બિશપ બને મળી ગયા. તેમણે સંધિ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com