________________
૨૨૭
ક્રાંતિમાં ફાળો આપવાની મારી મર્યાદા તમારી આગળ આ રીતે મકા છે, તે બરાબર છે એમ મને લાગે છે.
હવે ડે. મણિભાઇ કે શ્રી સુંદરલાલ શ્રેફ એ બન્નેની પરિસ્થિતિ જોતાં મને લાગે છે કે તેઓ પિતપોતાના ક્ષેત્રમાં ગ્રામસંગઠન ગોઠવે. હાલના તબકકે કેગ્રેસ સાથે સંઘર્ષ કરવાથી, તેમને લાગશે કે આ તેમના કામમાં ડખલગીરી છે. એટલે મહારાજશ્રી ઉપર નિવેદન મોકલો અને ખેડૂતોને સહકાર આપવામાં આડખીલી પણ ઊભી કરશે, જેથી ખેડુતોને અન્યાય થશે. એટલે અત્યારે તે જે સહકારી કામ ગોઠવાતું હોય તેમાં દષ્ટિ રાખી, ગ્રામસંગઠન તરફ જ વધારે લક્ષ્ય આપવું જોઇએ. સહકારી પ્રવૃત્તિમાં જ્યાં ક્યાંયે અન્યાય લાગતું કે અનૈતિક્તા લાગે ત્યાં પ્રેમથી અધિકારીને-મહારાજશ્રીને જાણ કરવી. મને લાગે છે કે પિતાની જે સ્થિતિ છે તે દષ્ટિએ જ કામ ગોઠવવું જોઈએ.
હવે સર્વ સાધકે માટે નીચેના પાંચ મુદ્દા વિચારણીય છે.
(૧) વ્યસન મુક્તિ-સાધકમાં કોઈપણ પ્રકારનું વ્યસન ન હોવું જોઇએ.
(૨) ખાદીનો પિશાક અહિંસક છે, તે દરેક સાધકે અપના જોઈએ; રાષ્ટ્રીયતા અને અહિંસા બનેની દષ્ટિએ તે અનિવાર્ય બને જોઇએ.
(૩) તાત્વિક ચર્ચા કરતાં કંઇક સક્કિ કાર્ય કરીને બતાવવું જોઈએ, જેથી પોતાની વિશિષ્ટ છાપ અને શ્રધ્ધા પાડી શકાય.
(૪) સક્રિય કાર્ય માટે હાકલ પડે તે તૈયાર રહેવું જોઈએ, અને સહયોગ આપ જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com