________________
[૧૬] સર્વાગી કાંતિમાં મહાત્મા ગાંધીજીને ફાળે
[શ્રી દુલેરાય માટલિયા ] સર્વાગી કાંતિકારોમાં ગાંધીજી સિવાયના મહાપુરૂષો અંગે અગાઉ વિચારાઈ ગયું છે. આજે ગાંધીજીને એ અંગે શું ફાળે છે તે વિચારીશું. સર્વપ્રથમ તો ક્રાંતિ શું છે તે જોઈએ.
કાંતિને અર્થ છે પરિવર્તન થવું. બાળક બાળકમાંથી યુવાન થાય, યુવાનમાંથી વૃદ્ધ થાય. આ શરીરની સ્વાભાવિક ક્રાંતિ થઈ. ત્યારે શરીરમાં કોઈ ખોડ આવે, અગર તો શરીરનું કોઈ અવયવ ખેટવાઈ જાય ત્યારે વાઢકાપ વડે ડોકટર જે આમૂલ પરિવર્તન કરે છે તે પણ એક જાતની ક્રાંતિ છે. આ ક્રાંતિ ઝડપી છે પણ કેટલીકવાર વાસ્તવિક અંગે રહેવા પામતા નથી.
સમાજ, રાજ્ય કે ધર્મમાં પણ બે પ્રકારની ક્રાંતિઓ વિશેષતઃ બીજા પ્રકારની ક્રાંતિઓ દુનિઆમાં થઈ છે. કોઈ દુષ્ટ માણસ છે કે સમાજ છે; તે બદલાતો નથી તે તેને વાઢકાપની જેમ ખતમ કરી દેવામાં આવે છે, જેથી દુષ્ટતા ન વધે. આ થઈ હિંસક-ક્રાંતિ.
પણ, ભારતીય સંસ્કૃતિમાં જે ક્રાંતિ થઈ તે ક્રમે ક્રમે અને દીર્ધકાળની અસર સુધી રહે તેવી થઈ. કોઈ સંત-મુનિ કર્ષિ સાધુ વગેરેને સત્ય જગ્યું તે પ્રમાણે તે પ્રયોગ કરતા ગયા. તેને વિચાર પ્રચાર કરતા ગયા. કોઈ ઉપર સત્યને પરાણે લાદવાને કે તલવારના બળે સ્વીકારાવવાનો પ્રશ્ન જ ન હતો. વૈદિક સાષિઓથી માંડીને વિનોબાજી સુધી અહીંના સમાજમાં આ રીતે પરિવર્તન થતું રહ્યું છે. આર્યો આવ્યા, શકો આવ્યા, હુણ, યવ, મુસ્લિમ, અંગ્રેજો વગેરે જુદા જુદા વિચારવાળા આવ્યા પણ બધાના વિચારોને પચાવવામાં આવ્યાં. આ કમકવૃત્તિ રાખીને પરાણે ખૂનામરકી કે બળાકારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com