________________
ર૦૫
સમાપ્તિ મનાય છે. એ દષ્ટિને ધરમૂળથી પલટાવી જોઈશે. તેથી જ પ્રાચીન કાળમાં સિદ્ધિઓ ભલે ઓછી રહે, પણ તે યોગ્ય પાત્રને મળે એનો આગ્રહ રખાયો હત; જેથી દુરૂપયોગ થતો અટકે. દા. ત. મિલો માત્ર નફાને વિચાર કરે છે. સરકારે નિયંત્રણ આપ્યું પણ મિલમાલિકો અને સરકારી કર્મચારીઓએ આંકડાની એવી રમત રમી કે અંતે સરકારને નમતું મૂકવું પડયું. આમ મૂડીને હાથમાં યંત્રે જતાં શેષણ ચાલુ જ રહ્યું. એવી જ રીતે રાજ્યના હાથમાં વિજ્ઞાન ન જાય, તે પણ જોવું જરૂરી છે. રશિયાને દાખલો લઈએ. ત્યાં કહેવાય છે કે અવકાશમાં શોધખોળ થાય છે પણ ખરેખર તે જગતને ડરાવવાના પ્રાગજ ચાલે છે. એટલે આ જમાનામાં વ્યક્તિગત રીતે નહીં પણ સામુહિક રૂપે વૈજ્ઞાનિક ક્રાંતિ ઉપર સુસંસ્થાઓને અંકુશ હોવો જોઈએ.”
શ્રી. દંડી સ્વામી : “રામાયણનો રાવણ, મહાભારતનો ભય દાનવ કે વિક્રમનો આગિયો વેતાળ વૈજ્ઞાનિકો હતા જ. એ બધા ઉપર આડકતરી રીતે ધર્મને અંકુશ આવેલોજ.
શ્રી. પુંજાભાઈ : “વિજ્ઞાનના દુરૂપયોગને અટકાવવા અંકુશ જરૂરી છે. બાકી સરવાળે જોવા જઈએ તે વિજ્ઞાને ફાયદેજ કર્યો છે.”
શ્રી. માટલિયા : “વિજ્ઞાનના મૂળ ત્રણ પ્રકાર છે -(૧) શરીર વિજ્ઞાન (તન-વિજ્ઞાન) (૨) મનનું વિજ્ઞાન (૩) આધ્યાત્મિક વિજ્ઞાન. ખરી રીતે હું', “તું” “તે” એટલે કે વિજ્ઞાનને ઉપયોગ અલંકારવશ થાય તે તમોગુણ વધે; ઈદ્રિય સુખે તરફ નજર દડે તો તે હાનિકારક થાય છે. પછી “તું” જેની સાથે તેવું વિજ્ઞાન, તેની ખાતર ઉપાય થાય; ખરી રીતે જોતાં વિજ્ઞાનનો ઉપયોગ સમાજ ખાતર થી જોઈએ.
આ સંસ્કારી સમાજનું મન જરા પહેલું હોય છે, પણ તે વધારે સંસ્કારી બને છે ત્યારે તે” આવીને ત્રીજો પુરૂષ ઊભો રહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com