________________
૧૯૮
ચડાવે છે; પણ તેને શુધ્ધ કરતાં તે ગુણકારી થઈ જાય છે. પંચ મહાભૂતના રસકસની જેમ પ્રવૃત્તિમાં પણ પરિવર્તન થઈ શકે છે.” એ વરતુને પ્રયોગ કર્યો. તેણે શારીરિક સ્વાર્થ અને ઔષધિઓનું, આહાર-વિહાર-નિયમનનું આખું વિજ્ઞાન આપ્યું. તેમણે કઠોર તપ પણ કર્યું અને સંયમ પણ રાખે એટલે તેમને વૈજ્ઞાનિક ક્રાંતિકાર, કહી શકાય. તેમના પગલે જનારાં અન્ય આયુર્વેદ-વૈજ્ઞાનિકો થયા તેમનાં નામે પણ આમાં ગણાવી શકાય.
પંતજલિઃ શારીરિક રોગે સાથે માનસિક રોગોનું શું? એ વિષય અંગે પંતજલિ મને વૈજ્ઞાનિક ક્રાંતિકાર થયા. ચરકે કહ્યું કે “વેગને રોકવો ન જોઈએ !” પંતજલિએ કહ્યું: “ કેટલાક વેગોને રોકવા જોઈએ-કામ-કેધ વાસનાના વેગને જે ન રોકવામાં આવે તો અનર્થ થઈ જાય. જો કેધી અને કામી માણસને છૂટ આપવામાં આવે છે તે અનર્થ કરી બેસે.”
પંતજલિએ માનસશાસ્ત્રની શોધ કરી. મનની વૃતિઓ કેટલી અને કેવી ? તે કઈ રીતે રોકાય? તેમાં અવરોધે કેટલા ? રોકવાથી શો લાભ થાય ? વિશ્વના માનસ સાથે આપણું માનસને સંબંધ આ બધું માનસશાસ્ત્ર તેમણે પાતંજલ યોગદર્શન રૂપે લખીને તેમણે મને વિજ્ઞાનને વ્યવસ્થિત કર્યું.
નાગાર્જુન: ત્યારબાદ નાગાર્જુને રસવિધા અને યંત્રવિદ્યાને વ્યવસ્થિત કરી. તેની શોધને તેણે રજૂ કરી, એમાંથી કેટલીક વિધા લુપ્ત થઈ; કારણ કે રસ-વૈજ્ઞાનિક રસવિદ્યાને દુરૂપયોગ ન થાય એની કાળજી રાખતા હતા. તેથી તેમણે કેટલીક વિદ્યા ગુપ્ત રાખી, પરિણામે તેમના મરણ સાથે તે લુપ્ત પણ થઈ.
* વરાહમિહિરઃ તેણે ભારતને ખગોળ અને હવામાન આગાહીનું વિજ્ઞાન આપ્યું. વરસાદ કયારે આવશે? કયા નક્ષત્રના સંગથી હવામાન બદલાશે? દુકાળ આવે શું કરવું? કેટલા ભાગમાં પુરનું
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com