________________
ત્યારે પશ્ચિમમાં વિજ્ઞાનની ભૂમિકા જુદી જ રીતે ઊભી થઈ. ત્યાં એમ મનાયું હતું કે ઈશ્વરે પૃથ્વીને કહ્યું: “થાળી જેવી થઈ જા!” એટલે તે તેવી થઈ ગઈ. પછી કહ્યું : “સ્થિર થઈ જા” એટલે સ્થિર થઈ ગઈ. ઈશ્વર કે ઇશ્વર પુત્રની આજ્ઞાને વિરોધ થાય નહીં. તે વિરોધ કરનારને ઇશ્વર ભક્તોએ જેલમાં પૂર્યા, યાતના આપી. નાસ્તિક કહ્યા. એવી જ રીતે ત્યાંના ઈશ્વરે આદમ, ઇવ અને બીજા પ્રાણી પેદા કર્યા. આદમ અને ઇવને સંસાર ર અને બીજા પ્રાણીઓ તેમને ભોગવવા માટે છે, એમ કહ્યું. દા. ત. “ગાયને તું ખાઈ શકીશ કારણકે તેમાં જીવન નથી.” એ લોકે પશુઓને ખાવા લાગ્યા. બાઈબલમાં એવું વિધાન છે, કુરાને શરીફમાં પણ એવું છે. તેની વિરૂદ્ધમાં કોઈ કંઈ કહે તે તેવાઓને–વૈજ્ઞાનિકોને—યાતનાથી લઈને જીવતા સળગાવી મૂકવા સુધીનું કાર્ય ધર્મના વિરોધની સજા રૂપે કરવામાં આવ્યું. ત્યાં કાર્ય-કારણ-મેળને માનવામાં ન આવ્યો. - પરિણામે ત્યાં ધર્મ સાથે વિજ્ઞાનને મેળ બેસી ન શકો. યૂરેપના વૈજ્ઞાનિકોને પ્રાણ-પ્રતિષ્ઠા-પરિગ્રહ ત્રણેને ભોગ ખૂબજ આપે પડ્યો છે. ત્યારે ભારતમાં બહુ જ ઓછો આપવો પડ્યો છે.
ભારતમાં વિજ્ઞાન અને ધર્મ એ બે વસ્તુ છે તેના કરતાં સત્ય-દરનના બે પાસાં રૂપે છે તેમ માનમાં આવ્યું છે. વિજ્ઞાન વસ્તુને ભેદ કરીને (પ્રત્યક્ષ પૃથકકરણથી) જુએ છે ત્યારે ધર્મ વસ્તુને અભેદરૂપે જુએ છે. માણસ અને વાનર બન્નેનાં પિતવશે જુદા છે, એમ વિજ્ઞાન જશે પણ ધર્મ જીવ સૃષ્ટિની દષ્ટિએ બન્નેને એક અભેદ રૂપે જોવાનું કહેશે. ભૌતિક વિજ્ઞાન હું (સ્વ–આત્મા ) તું (પરમાત્મા) અને તે (બધા પ્રાણીઓ) જુદાજુદા છે એનું વિશ્લેષણ કરીને બતાવશે ત્યારે આધ્યાત્મ-વિજ્ઞાન (ધર્મ) હું, તું અને તે ત્રણે એક જ છે; “હું છું ત્યાં લગી “તુ 'રૂ૫ છું અને તે પણ જીવનની પ્રક્રિયા છે. એમ સમજવશે.
“હું” છું ત્યાં લગી વાસના છે અને એમ થયા કરે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com