________________
૧૮
આ ત્રણેય કથાઓ વડે કથાકારે રાજકીય ક્રાંતિના ત્રણ દષ્ટિબિંદુ રજૂ કર્યા છે.
વામન (વિષ્ણુકુમાર મુન) : બલિરાજામાં દાનવતા વધી ગઈ હતી. તે વખતે જૈન પુરાણ પ્રમાણે વિણકુમાર મુનિ અને વૈદિક ગ્રંથ પ્રમાણે વામનમુન તેને દુર કરવા માટે આવે છે. તે દાનવતા છોડાવવા માટે તેનાં કારણો તપાસે છે. આ કારણે છે ભોગેચ્છા, વાસના અને અહંકાર. બલિરાજાને બદ્ધ કરી ત્રણ વસ્તુઓ ત્રણ પગલાં વડે તેમણે માંગી. વાસના શરીરમાં ઊંડે હાય છે એટલે પાતાળ માગી તે ભાગી લીધી; બીજા પગલામાં ભોગેચ્છા માંગી: તે સ્વર્ગમાં વધારે હોય છે, તેના પ્રતીકરૂપે તે માગી; બીજ પગલાંમાં શરણાગતિને અવકાશ માગ્યો એથી અહંકાર તોડ્યો. અવકાશ આકાશમાં હોય છે, એટલે આકાશ માગ્યો. એથી બલિ ગભરાઈને શરણગત બને છે અને વામને તેના માથે પગ મૂકીને તેના અહંકારને નાશ કર્યો એમ માની શકાય છે. આમ રાજયપલટો કર્યા વગર, રાજય પડાવ્યા વગર, વિચાર-પરિવર્તનથી થતી રાજય-ક્રાંતિ વાનાવતારે કરી.
પૃથુરાજા : વણરાજ અત્યાચારી અને જુલ્મી હવે તેને સાધુ સન્યાસીઓ અને લોકોએ પદભ્રષ્ટ કરી તેના પગમાંથી, શ્રમજીવીઓમાંથી મંથન કરી પૃથુરાજને ગાદીએ બેસાડ્યો, વેણુરાજાને વધ કર્યો. આમાં વંશ પરંપરાગતની રાજ્ય પ્રથાને બદલે ચૂંટણી દ્વારા રાજા ચૂંટીને રાજય ચલાવવાની પ્રથા ફલિત થાય છે. તે પણ એક પ્રકારની રાજકાંતિજ ગણાય.
શ્રીરામ : આમ તો આપણે ભગવાન શ્રીરામને સર્વાગી ક્રાંતિકાર ગયા છે. પણ તેઓ રાજકીય ક્ષેત્રના ક્રાંતિકાર હતા. તેમણે આખા ભારતને એક કર્યું. ઉત્તર-દક્ષિણને એક કર્યા, શૈવ, વૈષ્ણવ તેમજ આર્ય–અનાયે બન્ને ને એક કર્યા. તેમણે ધર્મોની એકતા સ્થાપી વાલીનું ભોગવાદી રાજય અને રાવણનું સરમુખત્યાર શાહી રાજય પલટયું. તેમણે રાષ્ટ્રીય એકતા સ્થાપવા સાથે એક નવો આદર્શ એ ઊભે કર્યો કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com