________________
૧૭ર
વ્યવસ્થિત સંગઠને વડે તેને વિકાસ થયો ન હતો. તેણે એ વ્યવસ્થાને રાષ્ટ્ર સુધી વ્યાપક બનાવી. તેણે વિચાર્યું કે આ અર્થવ્યવસ્થા રાષ્ટ્ર વ્યાપી નહીં થાય ત્યાં સુધી અથડામણ ચાલ્યા કરશે? એટલે રાષ્ટ્રની સપત્તિ વધારીને તેને સુખી કરવા માટે ચાર તો મૂક્યા :- (૧) કુદરતી શક્તિ, (૨) જનશકિત (૩) સંપત્તિનો ઉપયોગ અને (૪) વ્યવસ્થા. તેણે એ ચાર તર, ઉપર નવું અર્થશાસ્ત્ર રચ્યું અને જનતાની ભાવના રાષ્ટ્રલક્ષી બનાવી. આ એક અર્થક્રાંતિ હતી.
આ બાદ માલથુસ નામના એક ઈસાઈ પાદરીને લઈ શકીએ. તે વખતે જનસંખ્યા વધતી હતી. પણ પ્રમાણમાં ઉત્પાદન વધતું નહતું. તે માટે તેણે સંયમપૂર્વકના સંતતિ નિયમનને પ્રચાર કરી આર્થિક ક્રાંતિમાં નવું પગલું ભર્યું.
વોટેર નામના સાહિત્યકારને ત્યારબાદ લઈ શકાય છે. તેણે નવું અર્થશાસ્ત્ર રચીને સિદ્ધ કર્યું કે ખેતી એજ પ્રથમ મૂળ અને સાચું ઉત્પાદન છે. વસ્ત્ર કે યંત્રો વડે જે સામગ્રી થાય છે તે બધી ખેતીને જ લગતી છે. પણ મૂળ ખેતી જ છે. કૃષિની ધૂરીએ આખું અર્થતંત્ર ચાલે છે. તેણે કૃષિ-વિદ્યાને ઉત્તેજન આપ્યું. “ફિજી-કેસ્ટ” નામની સંસ્થા વડે તેણે કૃષિ-વિજ્ઞાન શીખવ્યું.
યૂરોપમાં ત્યારબાદ ઔદ્યોગિક ક્રાંતિને નવો તબક્કો શરૂ થયો. સ્ટીવેન્સને વરાળ યંત્રની શોધ કરી અને તે ક્રાંતિને ગતિશીલતા આપી. વરાળની શક્તિએ નવા-નવા યત્ર ચલાવવાનું કાર્ય શરૂ થયું.
તે વખતે ઈગ્લાંડના રાઈટ બ્રધર્સે વરાળના જુદા જુદા યંત્રની શોધ કરી અને ઔદ્યોગિક ક્રાંતિને ગતિશીલતા આપી. ઘણા લોકોને એથી મજૂરી મળી. ઔદ્યોગિક ધંધાઓ શરૂ થયા. આર્થિક ક્ષેત્રમાં સહકારી વ્યવસ્થાઓ ગેહવાઇ. લોકોને તેથી રાહત મળી પણ એનાથી નીચલા થરોનું શોષણ થવા લાગ્યું અને અમીર-ઉમરાવવર્ગ માજશેખ કરવા લાગ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com