________________
૧૪૫
અમરકથા છે. સંયુકત કુટુંબને આદર્શ અને નૈતિક મૂલ્યાંકનની રક્ષાની પ્રેરણું આપતે ગ્રંથ છે.
શિવ અને વૈષ્ણવોની એકતા! રામ પિતે જ રામેશ્વર પર શિવમૂર્તિ સ્થાપે છે અને વિષ્ણુ તેમ જ શંકરના ભેદ પાડે છે. હિમાલયથી કન્યાકુમારી લગી આખા દેશની પ્રજાને એક કરે છે. વાલ્મીકિજી આમ એક નવી વાત આપે છે. ગોસ્વામી તુલસીદાસજી એને સજીવ કરે છે.
વ્યાસજીએ શું કર્યું? કુટુંબના મિથ્યાભિમાનને છોડાવ્યું. અતપ્રેમનો સંસ્કાર આપે. વિશ્વ સાથે એકથ કરાવવું. આખા રાષ્ટ્રને ધર્મની દૃષ્ટિએ ઊંચે લાવવા જુદા જુદા પાત્રનું સુંદર સંયોજન આયું. સમજણનો અર્થ સમી એમાંથી ગીતા આવી.
જાતક કથા તેમજ જૈન સાહિત્યમાં ઘણું છે. રાસ, પુરાણ વગેરેમાં તીર્થકર સાથે દેવોને તેમના દાસ બનાવી દીધા છે. સગર, ભગીરથ વગેરેને પણ સાંકળ્યા છે. આથી જણાશે કે જૈન, વૈદિક, બૌદ્ધ બધા અલગ છે જ નહીં, તેઓ અલગ-અલગ રીતે પરસ્પરમાં સંકળાયેલા છે.
આવી રીતે જોતાં આપણા ક્રાંતિકારી સાહિત્યકારોએ મોટું કામ કર્યું છે. રામ પુરૂષાથી છતાં દેવની સહાયથી ચાલ્યા, બુદ્ધ ભગવાન માટે પણ એવું બન્યું છે કે દેવ કુલરી સેવકો બને છે. પણ આ બધા પાત્રમાં કઈ દેવાધીન થયા નથી.
યુરોપિયન સાહિત્યમાં દેવાધીનતા ઘણું દેખાશે. દા. ત. હેમરે બે મહાકાવ્યો બનાવ્યાં છે. તે યુરોપનાં રામાયણ અને મહાભારત જેવા છે. ગ્રીસની એકતામાં તેણે મોટો ફાળો આપે છે. તેમાં દેવાધીનતા પુષ્કળ જોવા મળે છે. ગ્રીસન એથેન્સના રાજાની પુત્રીનું ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com