________________
૧૧૫
કબીરજી હેમખેમ પાર ઊતરે છે. હવે બાદશાહને ભાન આવે છે અને તે પિતાનાં દુષ્કાની ક્ષમા માગે છે.
* અંત સમયે કબીરછ કાશીમાંથી મગહરમાં જઈને પિતાને દેહ છોડે છે. એ રીતે તેમણે રહસ્ય બતાવ્યું કે કાશી હોય કે મગહર, માણસ પિતાના સદાચરણથી જ મુક્તિ મેળવી શકે છે. તેને ગંગામાં પધરાવી દેવાથી કે કાશીમાં રહેવાથી જ કંઇ મુકિત મળતી નથી. આ રીતે તેમણે ધર્મનું સંશોધન કરતાં અને હિંદુ-મુસ્લિમ એકતા સાધતાં પિતાને પ્રાણ ત્યાગ્યો. કબીરજીએ કહેલ સર્વે જીવે પ્રભુના સરજેલા એક સમાન છે!” તેણે માનવજાતિની એકતાને સ્થાપવામાં મોટો ફાળો આપ્યો. પણ તેમનું એ કાંતિનું કાર્ય વ્યકિતગત જ રહ્યું. તેમના બાદ કબીરપંથ સ્થપાયે પણ તે કેવળ ભજન – પૂરતો જ રહ્યો. તે એમની ધર્મકાંતિને આગળ ન વધારી શકો.
સ્વામી વિવેકાનંદ આ પછી સ્વામી વિવેકાનંદને પણ એ જ શ્રેણીમાં આપણે મૂકશે. તેમનું બચપણનું નામ નરેંદ્ર હતું. ગર્ભશ્રીમંત અને વિજ્ઞાનના તેમ જ દર્શનશાસ્ત્રના તેઓ વિદ્યાર્થી હતા. તેમને બચપણથી એક પ્રશ્ન મૂંઝવતે હતે. “ઈશ્વર શું છે? ક્યાં છે?” તેમણે બધા ધર્મોને પરિચય સાથે પણ કોઈ તેમની સ્મસ્યાનું નિરાકરણ ન કરી શકયા. અંતે કોઈકે કહ્યું: “દક્ષિણેશ્વરમાં એક સંત છે. તે કદાચ તમારી શકાને ખરે ખુલાસો કરી શકશે !”
. તે દક્ષિણેશ્વર ઉપડે છે. ત્યાં એક અર્ધ-ઉઘાડા તને કાલીમાતાના મંદિરમાં જએ છે. તેની આસપાસ ઘણું યે શ્રીમતે, ગરીબે બેઠા છે. સંત દરેકને બોલાવે છે અને તેને પૂછે છે. એમ કરતાં નરેંદ્રને વાર આવ્યા. નરેદ્ર તેમને પૂછયું: “શું આપે ઇશ્વરને જોયા છે”
સ્વામી કોઈપણ પિષ્ટપિંજણ કર્યા વગર કહે છે: “હા જેવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com