________________
૧૦૧
બહાર આવ્યા તે સ્થાનકવાસી સમાજ તરીકે જાહેર થયા. આજે તે જે કે એ કાંતિમાં ઓટ આવી છે. . ધર્મ-ક્રાંતિકાર કાસાહમાં ક્રાંતિકારનાં બધાં લક્ષણે હતાં. તેમને વિચાર જૈન ધર્મમાં સંશોધન કરવાને અને આડંબર દૂર કરવાનો હતો. તે માટે લે કે એ તેમને ઘણું કષ્ટ આપ્યાં; જે તેમણે ધીરજથી સહ્યા. તેમનામાં વિતા, ધૈર્ય અને સાહસ ત્રણેય હતાં. તેથી તેઓ ધર્મક્રાંતિમાં અડગ રહ્યા. તેમના પ્રયત્નોથી લોકોમાં જાગૃતિ આવી અને મોટી ક્રાંતિ થઈ. તેમની છેલ્લી કસોટી અલવરમાં થઈ. ત્યાં તેમને જમણમાં ઝેર ભેળવીને મારી નાખવામાં આવ્યા. આમ આ ક્રાંતિકારે ક્રાંતિનું કાર્ય કરી હસતા હસતા પ્રાણ છોડયા.
માર્ટિન લ્યુથર લોકાશાહ જેવા જ અને તેમના જેવી યુરેપની ઘાર્મિક પરિસ્થિતિમાં પેદા થનાર માર્ટિન લ્યુથરનું નામ પણ ઈસાઈ ધર્મની ક્રાંતિ માટે એટલું જ જાણીતું છે. ગાનુયોગે તેમને જન્મ ઈ. સ. ૧૪૮૩માં જર્મનીના એક ગામડામાં થયો હતો. તે એક ખાણકામદારના પુત્ર હતા. બાવીસ વર્ષની ઉંમરે તેઓ બીશપ–પાદરી થયા. તેમણે એકવાર એક માણસને પાપમુક્તિના પરવાના વેચતે જોયે. જે તેમને ન ગમ્યું તેથી તેમણે અણગમો જાહેર કર્યો. આ વાતની ખબર પપને પડી. તેમણે તેમને ધર્મ બહાર કર્યા. તેમણે પેપ સાથે ચર્ચા કરી વાદવિવાદ કર્યો પણ મતભેદ વધતો જ ગયે. અંતે જર્મન સમ્રાટે તેમને દેશપાર કર્યા. તે છતાં તેમની લોકપ્રિયતા વધતી ગઈ.
તે વખતે લોકોમાં રોમનચર્ચની વિરૂદ્ધ અને પાદરીઓના વૈભવવિલાસ તરફ બધાની તીવ્ર રોષની લાગણી હતી. તેઓ લ્યુથર સાથે થયા. કેટલાક રાજાઓ પણ સ્વાર્થ માટે તેમની સાથે થયા. આમ લ્યુથરે ચર્ચની તેમ જ ધર્મતંત્રની ઘણીખરી માન્યતાઓ સામે Protest: પ્રિટેસ્ટ એટલે કે વિરોધ કર્યો. પરિણામે તેઓ પ્રોટેસ્ટંટ કહેવાયા. તે કાળથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com