________________
હતો. પણ એક ચાંડાલ દ્વારા બંધ થતાં તેમણે એ બેટી પ્રથા છોડીને સત્યને સ્વીકાર્યું હતું. હિંદના ચાર ખૂણે તેમણે સંસ્કૃતિના ચાર ધામો સ્થાપ્યા. તેમણે “સરઢ મિક્ષ તરતવાસ," સૂત્ર આપ્યા છે તેમની અપરિગ્રહ વૃત્તિને સૂચવે છે. I અંતે તેઓ હિમાલયમાં કેદારનાથના સ્થાને ગયા. ત્યાં ૩ર વર્ષની ઉંમરે તેમને દેહ-વિલય થયો. તેમનામાં ધર્મ ક્રાંતિકારના બધા લક્ષણે હતા.
' ધર્મપ્રાણું લોકાશાહ ત્રીજા ક્રાંતિકાર તરીકે ધર્મ પ્રાણુ કાશાહને લઈ શકાય.
તેઓ સિરોહી જિલ્લાના એક ગામમાં જન્મ્યા હતા. તેમના જન્મ અગાઉની જૈન સમાજની પરિસ્થિતિને જોઈ જાણી લઈએ તે તેમના કાર્યને કંઈક ખ્યાલ આવી શકશે, - ભગવાન મહાવીરના નિર્વાણ બાદ, ઘણું વર્ષો બાદ ઉપરાઉપરી લાંબા દુકાળ પડયા અને જૈન સાધુઓને નિર્દોષ–ગોચરી મળવી મુશ્કેલ થવા લાગી. કેટલાક શ્રાવકોએ પોતે ભૂખ્યા રહીને સાધુઓને વહેરાવી સંસ્કૃતિને જાળવી રાખી. તે વખતે ધર્મપ્રાણ સાધુઓએ અનશન કરીને સંસ્કૃતિની રક્ષા માટે દેહે સર્ચ કર્યો. આવા સાધુની સંખ્યા ૭૪૮ની હતી એમ કહેવાય છે. તે છતાં કેટલાક નબળા મનનાં સાધુઓએ દેશકાળ પરિસ્થિતિ પ્રમાણે નિયમોમાં સુધારે વધારે કર્યો. ધીમે ધીમે છૂટ વધવા લાગી અને સાધુમર્યાદા શિથિલ થઈ ગઈ. બમણુસંધમાં શિથિલતા વધવા લાગી. લોકોને આકર્ષવા માટે મંત્રતંત્ર-યંત્ર, તિષ, જાદૂ, ચમત્કાર, છતરી-પગલાં, સ્મારકો વગેરેને આશ્રય લેવામાં આવ્યો. ચૈત્યવાદને શ્રીગણેશ ત્યારે થશે. તિલકે માલ મિલ્કત વગેરે રાખવા લાગ્યા. તેઓ રાજસભામાં જતા અને ચમત્કાર દેખાડી પાલખી તેમજ રાજસન્માન મેળવતા. ( ૧૧મી સદીમાં ખતરગચ્છના પ્રવર્તક શ્રી જિનચંદ્રસૂરિજીએ તે વખતના યતિઓ અને સાધુઓની સામે અવાજ ઊંચે કર્યો પણ તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com