________________
માણસની સ્વાર્થ ભાવના અને મગરૂરી છે. સસ્તામાં સસ્તુ ખરીદી મોંઘામાં મો વેચવું એ અનીતિની નિશાની છે. જે ધન ઉપર વધારે ધ્યાન આપે છે તેને ખરા મિત્રો કે સાથીઓ રહેતા નથી, તેનું જીવન કષ્ટદાયક બની જાય છે અને અંતે તે અતડ પડી જાય છે.
અદલ ન્યાય અંગે રકિને કહ્યું છે કે શું પહેલાં ઘણાં વર્ષે સોલોમન નામને યહુદી વેપારી થઈ ગયા. વેનિસના લોકો તેને એટલા ' બધા ચાહતા હતા કે તેના મરણ બાદ તેનું બાવલું પણ તેમણે ત્યાં બનાવ્યું. આ સેમિનના કેટલાક ન્યાય આ પ્રમાણે છે :
જુઠું બોલીને, ફરેબ કરીને જે પૈસા કમાય છે, તેઓ ઇશ્વર આગળ મગરૂર છે. તેમના માટે તે મતની નિશાની છે. સત્ય એમાંથી બચાવે છે. ગરીબ અને તવંગર બન્ને સરખા છે. કારણ કે એક ઈશ્વરે બનેને સર્યા છે. બન્ને પ્રભુના પુત્રો છે તે એક પૈસાદાર રહે અને બીજે દીનહીન ફરે એ પરમાત્માની નજરમાં ગુનેગાર છે.
રશ્કિને દરેક ધંધાને સરખો ગણાવ્યો હતો. ફરજ બજાવતા વાળંદ કે વકીલ બન્ને સરખા છે; પણ અર્થશાસ્ત્રીઓ વકીલને ઉચે અને વાળંદને નીચે દેખાડી નાહક ભેદો પાડે છે. વેપાર, જીવનમાં સત્યની ઉપાસના માટે છે. માત્ર પૈસા મેળવવા માટે નથી.
મહાત્મા ગાંધીજીને રશ્કિનના આ “અંટુ ધિસ લાસ્ટ' નામના પુસ્તકથી પ્રેરણા મળી. તેમણે એનું હિંદી ભાષાન્તર “સર્વોદય' નામથી કર્યું. અને આફ્રિકામાં તે વિચારે પ્રમાણે ફિનિકસમાં ટોલ્સટોય આશ્રમ
સ્થા અને જીવન જીવવાનું નકકી કર્યું. તે મુજબ તે સંસ્થા સ્થાપી સમાજનું ઘડતર કર્યું. હિંદમાં આ વિચારે તે હતા પણ તેને અમલ ન હતું. ગાંધીજીના પ્રયત્નથી અહિં તેણે સક્રિય રૂપ ધારણ કર્યું.
આમ જોન રસિકનના જીવનમાં આપણે સાંસ્કૃતિક ક્રાંતિનાં બીજ જોઈએ છીએ. જેનું ખેડાણ લગાગ સમસ્ત વિશ્વમાં થયું છે. -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com