________________
૧૯૫૮માં અમદાવાદમાં તોફાનો થયાં. ત્યારે કુરેશી ભાઈએ આઠ ઉપવાસ કર્યા. લોકો આવ્યા–તેકાનવાળા પણ આવ્યા અને મામલો શાંત થયો. આમ જે કરવામાં આવે તો અહિંસાની સામાજિક પ્રતિષ્ઠા વધતી જાય.
હમણાં રૂઈયા કેલેજમાં ગયા હતા. ત્યાં વિદ્યાર્થીઓને લકરની તાલિમ અપાતી હતી. તે એટલા માટે કે તેને વખતે ઉપયોગી થાય. આને આડકતરા અર્થ સામુદાયિક હિંસાનું પ્રશિક્ષણ થયું! લેકમાં આવા પ્રસંગ માટે સામુદાયિક અહિંસાની તાલીમ મળે તે જ શાંતિથી પતાવટ થાય.
કારણ કે, હિંસા હિંસાને અટકાવી શકતી નથી. એક જગ્યાએ ખૂન થયું. સામે બીજાનું ખૂન થયું. ખુન્નસ વધતું ચાલ્યું. એટલે ત્યાંના એક સાધુ-પુરૂષે ઉપવાસ આદર્યા. ગામવાળાઓએ પૂછયું કે બાપજી શું કામ? બાપજી કંઈ ન બોલ્યા. પણ. ગામવાળા સમજી ગયા. દરમ્યાન આ પ્રશ્ન ખેડૂત–મંડળ પાસે આવ્યો અને બન્ને પક્ષકારોને સમાધાન થઈ ગયું.
એક માણસ તલવાર લઈને ફરતો હતે. તેની જમીન લીંબડી રાજ્ય ખાલસા કરી હતી અને એક ખેડૂતને વહેંચી આપી હતી. હવે તે પેલા ખેડૂત પાસે ગયો અને તેને કહ્યું કે કાં તો મને રોટલો આપ, કાં જમીન આપ; નહીંતર હું તારું ખૂન કરી નાખીશ !”
હવે શું કરવું. સરકાર કાયદેસર થાય તે કરી શકે. ત્યાંસુધી તે પેલો કંઇકને કંઈક કરી બેસે. ખેડૂતે ભા. ન. પ્રયોગના એક કાર્યકરને વાત કરી. તેણે પેલાને સમજાવીને કહ્યું કે પહેલા હથિયાર હેઠાં મૂક, પછી વાટાઘાટ થાય. તેણે તલવાર હેઠી મૂકી અને બન્ને પક્ષને સમજાવતાં હિંસા થતાં અટકી.
આમ વ્યક્તિ પાસે તો શસ્ત્ર ન જ રહે; પણ રાજ્યને ઓછાં વાપરવાં પડે તે માટે ઘટતું કરવું જોઈએ. એ માટે સામાજિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com