________________
૭૦
ઓછામાં ઓછી હિંસા કરવી પડે! આ માટે જેમ રાજ્યની જવાબદારી છે તેમ પ્રજાની પણ છે. પ્રજા જે દુષ્ટ કે દાંડ તને ફાલવા ફૂલવા ન દે તે પોલિસની દરમ્યાનગીરી ન છૂટકે જ કરવી પડે.
શ્રી. માટલિયાજી માલપરા ગયા તે વખતે સ્પષ્ટ ખ્યાલ હતા કે કામ કરવું હોય તે ગામડામાં જવું અને તેમણે પ્રથમ લેકમાં પ્રવેશવા માટે શિક્ષણનું કામ લીધું. પછી અનેક પ્રશ્નો ઊભા થયા. બહારવટીયાની ધાંસ વધી. લેકોનાં નાક કપાતાં હતાં. ખૂબ મુંઝવણ થઈ કે હવે શું કરવું ? પિતે નક્કી કર્યું કે મારે નિર્ભય થઈને ફરવું. પણ આખા ગામ ઉપર ધોંસ આવી ત્યારે સંરક્ષણ દળ ઊભું કર્યું. પિોલિસ આવી ત્યારે કહ્યું કે મારા ઘર પૂરતી પિોલિસની સહાય જરૂરી નથી. તેઓ ગામ બહાર એકલા રહ્યા. ગામલોકોની સહાયથી એક શાળા ચલાવી તેમાં બગડેલા ચાર છોકરાઓ જોડાયા. ત્રણ સફળ થયા. પણ ચેાથો બીજાને બગાડે એવો હતો. ઘણા પ્રયત્નો કર્યા પણ તે ન સુધર્યો. એટલે પોલિસને સોંપો પડ્યો ત્યાં સીધો થઈ ગયો. આમ ન છૂટકે પિલિસને આશરે લેવાય અને વધુ અહિંસા અટકાવવા માટે નાની હિંસા કરવી પડે તો તેને ક્ષમ્ય ગણવી જોઈએ.
રાજકોટ વેચાણ વેરા લડત વખતે હું રાજકોટ હતો. ઢેબરભાઈ અને ગૃહપ્રધાન રોજ આવે એટલે પોલિસના ઉપરી પણ આવતા. એકવાર એ ઉપરી કહેવા લાગ્યા કે આ રાજકીય પક્ષો નાના નાના છોકરાંને ચઢાવે છે. પછી છોકરાંઓ પિલિસને ગાળો ભાંડે છે; મશ્કરીઓ કરે છે અને પત્થર મારે છે. આખા દિવસની થાકેલી પિોલિસ ખીજવાય એટલે સેટી મારી બેસે, ત્યારે પાછા દેષ દેવા નીકળી પડે છે. અમારા મનમાં પણ આ લાઠીમાર કરવા પડે છે તેનું દુઃખ થાય છે. મેં એક છોકરાને ધમકાવ્ય: તે તે મૂતરી ગયા. આ જોઈને ખૂબ દુઃખ થયું. આ પોલિસવડાના કહેવા ઉપરથી લાગ્યું કે પિલિસને પણ અહિંસા. વહાલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com