SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પણ તેઓ છકાયનાં પિયર (સમાજનાં માબાપ) છે તેથી સમાજને માર્ગદર્શન આપવામાં ઘણું ઉપયોગી થઈ શકે.” તેમના આ શુભ વિચારથી અને પ્રયત્નથી આ પુસ્તકો છાપવાનું મહાન કામ શરૂ કરી શકાયું છે. આ પ્રવચનનું મુખ્ય તત્વ જાળવી અલગ અલગ મુદ્દાવાર નાનાં નાનાં પુસ્તકરૂપે છપાય; તે વાંચનારને સુગમ પડે એમ લાગવાથી દરેક વિષયના જુદાં જુદાં પુસ્તકો છાપવાનું નક્કી કર્યું છે. કુલ દશેક પુસ્તકો તૈયાર થશે એવી ધારણા છે. આ પુસ્તકનું સંપાદન પણ ટૂંકાણમાં છતાં મૂળ ભાવ અને અનિવાર્ય એવી વિગતે જાળવીને થાય એ જરૂરી હતું. એ માટે પણ શ્રી મણિભાઈ લોખંડવાળાએ મદ્રાસના જૈન વિદ્યાર્થીગૃહના ગૃહપતિ શ્રી ગુલાબચંદ જૈનનું નામ સૂચવ્યું. તેમને રૂબરૂ મળવા બેલાવ્યા અને વાતચીત કરી અને તેમણે સહર્ષ આ કામગીરી સ્વીકારી. અંતમાં અમે પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ મુનિશ્રી નેમિચંદ્રજીએ આવું સર્વાગ સુંદર અનુભવપૂર્ણ સાહિત્ય જનતાને આપ્યું તે બદલ તેમને આભાર માનીએ છીએ. તે જ રીતે સાપનમાં શીવ સોસાયટીમાં રહેતા રા મણિભાઈ લક્ષ્મીચંદ કચ્છ મુંદ્રાવાળાએ આ પુસ્તકો છપાવવામાં પૂરતો સહકાર આપેલ છે, તેમજ મહેનત લઈ શેઠ શ્રી પદમશીભાઈ તથા બીજાઓ પાસેથી સહકાર અપાવેલ છે તે બદલ તેઓશ્રીઓને આભાર માનીએ છીએ. તેમની મદદ વગર અમે આ સાહિત્ય પ્રકાશિત કરી શકત કે કેમ? તે સવાલ હતો. અને મદ્રાસવાળા શ્રી. ગુલાબચંદ જૈન કે જેમણે અનેક જવાબદારીઓ હેવા છતાં આ કામને ધર્મકાર્ય માની સમયસર સંપાદન કર્યું છે તેમને પણ આભાર માનીએ છીએ. ૬. શ્રી. દંડી સ્વામી, શ્રી. માટલિયા, વિધવાત્સલ્ય પ્રાયોગિકસંધ વગેરેએ પણ પ્રેરણા આપી છે, તેથી તેમને અને જ્ઞાત, અજ્ઞાત સૌને જે સહકાર આખે છે તેમને પણ અમે આભાર માનીએ છીએ સાધુસંતો, સાળીએ, સેવકો અને જનતા આ પુસ્તકનો અભ્યાસ કરી પર કાણને સ્પષ્ટ માર્ગ અખત્યાર કરશે એવી અમને ગાયા તા. ૨૪-૪-૧૨ સાફસાવી શિબિર વ્યવસ્થાપક સમિતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034809
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 06 Samudayik Ahimsa Prayogo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy