________________
સ્વીકારી. ગાંધીજીએ કહ્યું છે કે કાતિ સંયમ, કત જવાબદારી બન્નેને છોડી દે તે ન ચાલે. કહેવાનો ભાવ એ છે કે પારંગત થઈને તટસ્થ થઈ શકે, પણ પ્રશ્નો સમજ્યા વગર દૂર ભાગવાની વૃત્તિ, એ તટસ્થતા નથી.
એટલે પરિસ્થિતિ–પરિવર્તન કરવા કે બગડેલા અનુબંધે સુધારવા, અહિસાનું પાલન કરવા-કરાવવા માટે જવાબદાર સાધુસાધ્વીઓએ પિતે અગર તે જનતા દ્વારા તપ-ત્યાગ બલિદાનની પ્રક્રિયા ચલાવવી પડશે પરિસ્થિતિ પરિવર્તન કેવળ ઉપદેશ કે પ્રેરણાથી થતું નથી.
એ માટે લાંબી દષ્ટિએ સંપૂર્ણ વિચાર થ જોઈએ. ગાંધીજી પાસે એવી દષ્ટિ હતી. તેમણે લાંબી દૃષ્ટિએ સામુદાયિક અહિંસાના પ્રયોગો કર્યા હતા તેમાં યોજના હતી, નિર્દેશન હતું અને સ્પષ્ટ પરિણામની કલ્પના હતી, એવું હમણું જોવા મળતું ન હતું. વિનેબાજીએ શાંતિસેના માટે ઘણાં નામ લખ્યાં પણ સમય આવે કઈ ઉપયોગમાં ન આવ્યા.
એટલે અહિંસાને સામુદાયિક પ્રયોગ કરતી વખતે લાંબી દષ્ટિમાં એ સ્પષ્ટતા હોવી જોઇએ કે કટોકટીના કાળે સત્ય, પ્રેમ કે ન્યાય ત્રણમાં કેને મહત્ત્વ આપવું જોઈએ.
૧૯૫૬માં મહાગુજરાતનાં તોફાનો વખતે અમદાવાદમાં ગોળીબાર થયો. રવિશંકર મહારાજને આની ખબર પડતાં ખૂબ દુ:ખ થયું. તેમને કોંગ્રેસ તરફ પક્ષપાત હતે જે કે છેલ્લે છેલ્લે કોગ્રેસના સભ્ય તરીકે તેઓ મટી ગયા હતા? વિનેબા-વિચારસરણના કારણે પ્રાયોગિક સંધના પ્રમુખ પણ મટી ગયા. તે છતાં કેટલીક વ્યક્તિઓ સંસ્થામાંથી છૂટી થાય તે પણ તે વિભૂતિ હોય છે અને પોતે સંસ્થારૂપે હોય છે. દાદા ધાંધિકારી, રવિશંકર મહારાજ, વિનોબાજી, બબલભાઈ વિ. વિભૂતિઓ છે તેઓ સંસ્થા છેડે પણ વિવેક ન ભૂલે. રવિશંકર મહારાજે જાહેર કર્યું કે “સરકારે ગોળીબાર ન કરવો જોઈએ !” પણ તેમના મનમાં મંથન હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com