________________
૫૭
તે સત્ય સામાજિક સત્ય બની શકશે નહીં માત્ર વ્યક્તિગત રહેશે. તેમ કરવા જતાં સમાજ વહેવારમાં દંભ અને ગુપ્તતાની બોલબાલા વધી જશે. ધર્મ-(સાધુ) સંસ્થાને, સાધક (લોકસેવક અથવા શ્રાવક) સંસ્થાને અને લેક–સંસ્થાને સાથે વિચાર કરતા હોઈએ ત્યારે સામાજિક ન્યાય ખાતર સત્ય દુભાય છે, એટલે ન્યાયને પ્રથમ, સત્યને બીજુ અને પ્રેમને ત્રીજું એમ લેવાં પડે છે. ન્યાયને લઈએ ત્યારે સામાજિક કક્ષા પણ જોવી પડશે.
ગઈ કાલની ચર્ચામાં પૂજાભાઈએ કહ્યું કે જ્યાં સુધી બધા સંગઠન (સાધુ-સંસ્થા, લેકસેવક સંગઠન, લોકસંગઠન અને રાજ્ય સંગઠન)ને અનુબંધ નહીં થાય ત્યાં સુધી ઉણપ રહેવાની છે. એક ઠેકાણે અહિંસા પળાય અને બીજે ઠેકાણે વિકલ્પો પડ્યા હોય તે ખામી રહી જશે. સમાજના અટપટા પ્રશ્નો આવે કે ભાંજગડ પડે ત્યારે સાધુઓએ આગળ આવવું જોઈએ તે વખતે એમ ન કહી શકાય કે તેઓ તટસ્થ છે સલાહ કે માર્ગદર્શન નહીં આપી શકે. ખરી રીતે તે આ સાધુ-સમાજની શરમ છે. સાચે તાદામ્યવાળ હોય તેજ તટસ્થ રહી શકે, નદીમાં પડયો હોય તેજ તરવાનું જાણું શકે. બહાર તીરે રહીને તમાશો જુએ તેને તરવાને અનુભવ હેત નથી.
કાણુગ સૂત્રમાં કહ્યું છે -
तओ आयरकखा पण्णत्ता, तंजहा धम्मियाए पडिचोयणाए पडिचो एत्ता भवइ, तुसिणी वा सिवा, उहितुं वा आया एगंतमवकमेजजा.
એટલે કે આત્મરક્ષા ત્રણ પ્રકારે થાય છે: (૧) ધાર્મિક પ્રેરણાથી સમાજને પ્રેરિત કરે કે આ વસ્તુ તમારા માટે કર્તવ્ય છે તે કરવી જોઈએ અને આ કર્તવ્ય નથી માટે ન કરવી જોઈએ, (૨) જ્યાં ઉપદેશ કે પ્રેરણાને વિષય ન હોય ત્યાં મૌન રહેવું જોઈએ; અગર તે ઉપેક્ષા ભાવ રાખવો જોઈએ. (૩) જે પ્રસંગ આવે અને ઉપેક્ષા ભાવથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com