________________
મહાત્મા ગાંધીજીએ હિંદુ ધર્મનાં કલંક સમાન અસ્પૃશ્યતા સામે આમરણ અનશન કર્યું ત્યારે આખો દેશ ખળભળી ઊઠેર્યો હતો. પણ તેનાથી ઘણા પંડિત અને ધર્મનાયકેએ યુગધર્મ ઓળખી લીધું અને દેશ તેમજ દુનિયાને મોટો લાભ થયો. હિંદુ-મુસ્લિમ એકતા માટે બાપુના દિલ્હીના ઉપવાસનું પણ એ જ કારણ હતું. અંતે એવું થઈ યું હતું કે બાપુનું શરીર હિંદના મહાસમાજનું બની ગયું હતું.
આમ આધ્યાત્મિક બાણને સીધે એને વહેવારિક અર્થ એ થયે કે વ્યકિતરૂપે, તે વિશ્વરૂપી કુટુંબીજને ઉપર પોતાના તપત્યાગનું દબાણ લાવે. તેની અસર એ થાય કે સમાજને અનિષ્ટો અનિવાર્યરૂપે દૂર કરવાં પડે. આમાં સમાજને પ્રારંભમાં દુઃખ તો થાય; પણ અનિષ્ટો, દૂર થતાં તેનું પરિણામ એકાંત સુખરૂપે આવે.
નૈતિક-સામાજિક દબાણ: નૈતિક સામાજિક દબાણને ક્રમ બીજે મૂકે છે. એને ઉલ્લેખ મનુસ્મૃતિ, પારાશર સ્મૃતિ, યાજ્ઞવલ્કય
સ્મૃતિ તેમજ નીતિગ્રંથમાં મળે છે. | કઈ વ્યક્તિ કે સંસ્થાની ભયંકર ભૂલને સુધારવા માટે ચોક્કસ સિદ્ધાંતને અનુસરનારી વ્યક્તિ, સંસ્થા કે સમાજ અહિંસક દિશા સામે રાખી સામાજિક અસહકારનું જે પગલું ભરે છે એની સાથે જ વ્યવસ્થિત જનસંગઠને કાયદાના રક્ષણપૂર્વક તપ-ત્યાગયુકત રહીને ગુનેહગારના હૃદયને સ્પર્શ કરવા માટે પ્રયોગ કરે છે, તેથી સામાજિક-નૈતિક દબાણ લાવી ગુનેહગારને ગુને કબૂલ કરવા બાધ્ય કરે છે; તે આ દબાણનું કારણ છે. આ દબાણ વડે વ્યક્તિ પિતાની ભૂલની ભયંકરતાને અનુભવે અને તે કે સમાજની અન્ય વ્યક્તિ ફરી તેવું ન કરે તે આ દબાણ લાવવાનું પ્રયોજન હેાય છે. તે છતાં પણ વ્યક્તિ ન સુધરે તે તેને બહિષ્કાર કરે એ આ દબાણની ઉચ્ચતમ મર્યાદા છે.
વર્તમાન યુગમાં ગાંધીજીએ આ દબાણને રાજનૈતિક ક્ષેત્રે વાપર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com