________________
૩૩
બાજુ લઈને જાહેર કર્યું. “જ્યાં સુધી એક જ સંપ્રદાયમાં પણ કુસંપના કારણે ભાગલા છે ત્યાં એ સંપ્રદાયના પૂજ્ય એવા સંત આહાર પાણી કેવી રીતે લઈ શકે!”
તેમણે ઉપવાસ શરૂ કર્યા. વાતાવરણમાં ખળભળાટ મ. પાંચમે દિવસે બધા ભેગા થયા. પિતપોતાની ભૂલે તેમણે કબૂલી અને આખા સંઘમાં એક્તા-સુસંપનું સુવાસિત વાતાવરણ પ્રસરી ગયું.
પણ, એ જ સાધુ બીજા કસ્બામાં ગયા. ત્યાંના કુસંપને શમાવવા પ્રયત્નો કર્યા પણ કારગત ન થયા.
આનું કારણ એ લાગ્યું કે ત્યાં ચાર જુદા જુદા ધર્મોના-સંપ્રદાના માણસે હતા. બીજુ ત્યાં સરળ સ્વભાવના ખેતી કરનાર લેકે કરતાં તે કસબામાં વેપારી લેકે વધારે હતા. આ રીતે વિચારતાં મને બેએક બાબત મુખ્ય લાગી ?–(૧) જેણે અન્યાય નિવારણના કાર્યો કરી લોકશ્રદ્ધા ઊભી કરી છે એવી સંસ્થા દ્વારા આવા પ્રયોગ કરવા પડશે. (૨) તે સંસ્થાની સાથે લેક સંસ્થાઓ, સાધુ-વિભૂતિઓ, સેવક-સંસ્થાઓ, સુરાજ્ય સંસ્થાઓનું જોડાણ પણ જોઈશે. તે જ દરેક સ્થળે સામુદાયિક અહિંસાની દિશા દ્વારા રસ્તાઓ નીકળશે અને સમાજનું ઘડતર થશે.
- શ્રી, માટલિયા : રાજ્યસંસ્થાને જે કે પહેલે વિચાર કરવો જ પડશે. પણ સામુદાયિક અહિંસા તે લેકામાં આપોઆપ પડેલ ધર્મ સંસ્કારના કારણે ધારણ થશે. રોમમાં લશ્કર અને ધર્મગુરુઓ પણ નિષ્ફળ નીવડયા ત્યારે નિઃશસ્ત્ર બહેનેની કતારે નીકળી અને વિજય મળે. આમ વ્યક્તિ કે સમૂહ ગમે તે રીતે પણ લોકોમાં પડેલ શીલસદાચારનું તત્ત્વ અને તેના પુરસ્કારકર્તાઓ જ જે અનિવાર્ય ઉપયોગી લેખાશે તે સંસાર સ્વર્ગમય બની જશે.
(૨૮-૭-૬૧)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com