________________
૨૯
લઈને મોકલવા જોઈએ, એવી જ રીતે ધર્મ-અહિંસાને સામુદાયિક રૂપ આપવું હશે તે એનાથી દૂર ભાગવાથી કામ નહીં ચાલે.
ધર્મ રક્ષાશે તે જ પ્રજા રક્ષાશે. જે ધર્મથી લેકેનું રક્ષણ ન થતું હોય તો સમજવું કે ત્યાં ખરે ધર્મ નથી. ધર્મ કઈ ભાષણને વિષય નથી. એ તે સતત આચરણની વસ્તુ છે. સત્યને મોખરે રાખી
જીવનમાં અહિંસાનું આચરણ કરવું એ જ ધર્મ છે. હિંસાના પ્રકાર :
સામુદાયિક અહિંસાના પ્રયોગની વાત આવે છે એટલે સર્વ પ્રથમ હિંસા કેટલા પ્રકારની છે તે જાણી લેવું પણ જરૂરી છે. હિંસાના બે પ્રકાર છે: (૧) દ્રવ્યહિંસા અને (૨) ભાવહિંસા. કદાચ સકારણે કોઈ દ્રવ્યહિંસા કરે તો તે ક્ષમ્ય ગણાય છે. જેમકે ડોકટર દર્દીને ઝેરની દવાઓ આપે છે, પણ તે બચાવવા માટે. તેવી જ રીતે તે ઓપરેશન કરે છે અને દર્દી મરણ પામે છે તે તેવી હિંસા ક્ષમ્ય ગણાય છે. પણ ભાવ-હિંસા કદી ક્ષમ્ય બનતી નથી. કેઈ ઉપરથી સારું બતાવે; ખુશામત કરે પણ અંદરથી કપટ રાખે તે તે વધુ હિંસક છે.
અહીં ઉપરથી દેખાતે અહિંસક અંદરથી વધુ હિંસક છે; ત્યારે પેલા 'ડોકટરના કેસમાં તે હિંસક દેખાવા છતાં વધુ અહિંસક છે.
જૈન ગૃહસ્થના (શ્રાવકેના) અહિંસા વ્રતનું નામ છે–સ્થૂળ પ્રાણાતિપાત વિરમણવ્રત, એટલે સ્થૂળ હિંસાથી દૂર થવું. એમાં સાધુઓ માટે તે જ્યાં સંપૂર્ણ હિંસા નિવૃત્તિનું મન-વચન-કાયાથી પ્રરૂપણું છે ત્યાં શ્રાવકે માટે જાણી કરીને, હિંસા કરવાની ભાવનાએ હિંસા કરવા તથા કરાવવાની નિવૃત્તિ સૂચવવામાં આવી છે. જે કર્મથી સામાની હિંસા થશે-તે જાણ કરીને કરવું એ પિતાના અર્થમાં પૂર્ણ-હિંસા છે. એટલે અહિંસાને સામુદાયિક પ્રયોગ કરનાર સર્વપ્રથમ તો લેકમાનસને ભાવ-હિંસા તરફથી વાળવાનું છે. દુલડે, રમખાણ કે તેફાને ફાટે છે ત્યારે ઘણું લેક હમલો કરે છે–તેઓ તે નિંદનીય છે પણ એમનાં વખાણ કરનાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com