________________
j
અસ્તિત્વ કે વિનાશ? [ સપાક્કીય ]
જગતનાં જીવનને ઊંડા અભ્યાસ કરતાં; તેમજ તેના ઈતિહાસ તપાસતાં; જીવનની એ વૃત્તિએ સ્પષ્ટ સામે આવે છે. એક છે જીવનન અસ્તિત્વને ટકાવી રાખવાની વૃત્તિ; અને ખીજી પાતાના અસ્તિત્વ માટે અન્યના વિનાશ કરવા! યુગયુગથી આ પ્રશ્ન માનવ સામે ઊભા છે અને તેનું પૃથક્કરણ કરતાં એક વસ્તુ સ્પષ્ટ છે કે માનવસમાજ અને જગતજીવે: જીવનના અસ્તિત્વને ટકાવી રાખવાનાજ બધા પ્રયત્ન કરે છે.
નાની કીડી જેટલી ચીવટથી ઇંડા મૂકે છે; સેવે છે; ભય આવતાં ઉપાડીને ભાગે છે. તેના માટે જરૂરી ખારાક ભેગા કરે છે. એટલી જ ચીવટથી માનવ–માતા પણ બાળકને જન્મ આપે છે; ઉછેરે છે. માટે કરે છે અને આશા રાખે છે કે પેાતાની ઉત્તરાવસ્થામાં એ બાળક તેના આધાર બને. ત્યારે બીજી તરફ્ એવું જોવામાં આવે છે કે પેાતાના સ્વાર્થ માટે વ્યક્તિ વધુ બળવાન થઈ તે કેવળ પેાતાના અસ્તિત્વ માટે અનેક ખીજાએને વિનાશ કરે છે. આ વિનાશને અટકાવવાની પ્રક્રિયા માનવસમાજમાં આદિકાળથી ચાલુ છે; વિયારકેા તેને પેતપેાતાના કાળમાં વધારે ને વધારે શુદ્ધ રૂપ આપે છે અને તે વિનાય઼તે થતા રાકવા પ્રયત્ન કરે છે. જ્યાં એક તરફ સગઠિત માનવસમાજ અન્યના જીવનના વિનાશ કરવા ગતિમાન થાય છે; ત્યાં આવા વિચારકા, સંતે
ઋષિએ નબળા વર્ગના લાકને તૈયાર કરે છે અને એ વિનાશને સામૂહિક તપ-ત્યાગ દ્વારા રાકવા મથે છે. એ વિનાશની રીતે હિંસા છે અને અસ્તિત્વને ટકાવી રાખવા માટેની જે ભાવના અને પ્રક્રિયા છે તે અહિંસા છે. ધીમે-ધીમે માનવ સદીએથી સંગઠિત રૂપે જીવતાં શીખી ગયેા છે. એટલે આજે તેને અસ્તિત્વને ટકાવી રાખવા માટે સામુદાયિક રૂપે જ વિચારવાનું અને કાય કરવાનું છે! એમાંથી એક નવી વાત આ વીસમી સદીમાં માનવસમાજ આગળ આવી છે; તે છે “ સહ-અસ્તિત્વ ’ આ વિચાર પ્રમાણે હવે વિનાશને અવકાશ રહેતા નથી. ગમે તેટલાં સંઘર્ષનો સાધના વસાવવાં છતાં, અવિશ્વાસની નજરે જોવા છતાં લે:એમ માને
66
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com